________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૭ ]
[ ૮૧
અને “મારો પતિ.” અરે! ધૂળેય તારું નથી. બધા જ્યાં ભિન્ન ભિન્ન છે ત્યાં એને અને તારે શું સંબંધ ? જેમ એક ઝાડ ઉપર સાંજે પંખી મેળો ભરાય અને સવાર પડતાં સૌ પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે તેમ એક કુટુંબમાં બધાં ભેગાં થઈ જાય પણ વાસ્તવમાં કોઈ કોઈનું કાંઈ નથી. કયાંયથી આવ્યા અને કયાંય પોતાના માર્ગે જુદા જુદા ચાલ્યા જશે.
અહીં કહે છે કે પર્યાયમાં જે રાગ થાય એ પણ તારી કોઈ ચીજ નથી તો મારો પુત્ર, મારી પત્ની, મારા પિતા-આવી વાત તું કયાંથી લાવ્યો? આ શુભાશુભ રાગ તે પુણ્ય-પાપ તત્ત્વ છે, આસ્રવ તત્ત્વ છે અને તું ભગવાન જ્ઞાયક તત્ત્વ છો. પ્રભુ! આ રાગથી તારે કાંઈ સંબંધ નથી તો પુત્ર, પરિવાર આદિ પર સાથે તારે સંબંધ કયાંથી આવ્યો? આચાર્યદવ કહે છે કે-ધર્મી જીવ ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણનાર જ છે. બારમી ગાથામાં કહ્યું છે કે તે કાળે વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે.
અહાહા...! આ શાસ્ત્રની રચના તો દેખો! આને સિદ્ધાંત કહેવાય. એક ઠેકાણે કાંઈક, બીજે ઠેકાણે બીજાં કહે તે સિદ્ધાંત ન કહેવાય. બારમી ગાથામાં કહ્યું છે કે સમ્યગ્દષ્ટિને જે રાગ આવે છે, તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. પરિજ્ઞાયમાનસ્તીત્વે પ્રયોગનવાન એમ ત્યાં ટીકામાં શબ્દો પડેલા છે. રાગ-વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, પરંતુ તે આદરણીય નથી. પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી સાધકદશામાં વ્યવહાર-રાગ હોય છે ખરો, પણ તે જાણેલો પ્રયોજનવાન છે. અહીં પણ કહ્યું છે કે માત્ર જાણ્યા જ કરે છે.
પંચાસ્તિકાયમાં (ગાથા ૧૩૬માં) એમ કહ્યું છે કે અસ્થાનનો તીવ્ર રાગજ્વર છોડવા માટે જ્ઞાનીને શુભરાગ આવે છે. જ્ઞાનીને કોઈ અશુભ રાગ પણ આવે પણ જ્ઞાની તેને જાણે જ છે, રાગ મારો છે એમ માનતો નથી. અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. પર્યાયની અહીં વાત છે. દ્રવ્ય તો નિર્વિકલ્પ વિજ્ઞાનઘન છે જ. અહાહા...! આવા દ્રવ્યની દષ્ટિ જેને થઈ છે તે સમ્યગ્દષ્ટિ રાગનો અત્યંત અકર્તા પ્રતિભાસે
* ગાથા ૯૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના દ્ભૂત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.'
જ્ઞાન થયા પછી જ્ઞાની વ્યવહારનો જે રાગ આવે તે રાગનો કર્તા થતો નથી. જ્ઞાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com