________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૬ ]
[ ૫૫
વિચિત્ર રાગને પ્રાપ્ત થયા તેમ છતાં તે રાગને અને પરદ્રવ્યને પોતાના સમજતા ન હતા. ભેદજ્ઞાનનો કોઈ એવો અચિંત્ય મહિમા છે. અહો ભેદજ્ઞાન !
અહીં કહે છે-ભાઈ ! તારી ત્રિકાળી ચૈતન્યમય ચીજને ભૂલીને તું રાગ અને પરદ્રવ્યમાં એકાકાર થયો છે અને પુણ્યપાપના ભાવોને પોતાના માને છે તે તારી ચેષ્ટા ભૂતાવિષ્ટ પુરુષના જેવી છે. પુણ્યપાપના ભાવ અને પારદ્રવ્ય મારાં છે એમ હું માને તે ભૂતાવિષ્ટ પુરુષની જેમ તારુ પાગલપણું, ગાંડપણ અને બેભાનપણું છે.
ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનના કારણે અમાનુષ અનુચિત ચેષ્ટા કરે છે. જેને ભૂતનો પ્રવેશ થયો હોય તેને હું મનુષ્ય છું અને આ ભૂત છે એવું (વિવેકયુક્ત) ભાન રહેતું નથી. મનુષ્યને ન શોભે એવી તે ચેષ્ટાઓ કરે છે અને તે બધી પોતાની માને છે. ઘડીકમાં દાંત કાઢે, ઘડીકમાં હાથ પગ પછાડ, વળી ધૂણવા લાગી જાય, દોડ, ભાગ, બૂમ બરાડા પાડે એમ અનેક પ્રકારે ધમાચકડી કરી મૂકે છે. આ પ્રમાણે ભૂતાવિષ્ટ પુરુષ મનુષ્યને ન શોભે તેવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ દષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છે:
તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.'
આ આત્મા અજ્ઞાનના કારણે ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરે છે. મોહકર્મ તે ભાવક અને પુણ્યપાપના વિકારી ભાવ તે એનું ભાવ્ય-એ બેને અજ્ઞાની પોતાનાથી એકરૂપ માને છે. નિશ્ચયથી કર્મ ભાવક અને શુભાશુભ રાગ તેનું ભાવ્ય છે. પરંતુ હું ભાવક અને શુભાશુભ રાગ મારું ભાગ્ય છે એમ અજ્ઞાની માને છે. રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકમાત્ર હું છું એવી જેને દષ્ટિ થઈ નથી તે અજ્ઞાની દયા, દાન, વ્રતાદિના અને હિંસાદિના જે અનેક વિકલ્પો થાય તે વિકલ્પરૂપ ચેષ્ટા મારી છે એમ માને છે.
પુણપાપના ભાવ તે મોહકર્મનું ભાવ્ય છે. છતાં આ વિકારી ભાવ પોતાનું (આત્માનું) ભાવ્ય છે એવી માન્યતાના વળગાડથી ભૂતાવિષ્ટ પુરુષની જેમ અજ્ઞાની જીવ પાગલ-ગાંડો થઈ ગયો છે. જેને ભૂત વળગ્યું હોય તેને તો મર્યાદિત કાળનું અને વધારેમાં વધારે એક ભવનું ગાંડપણ રહે છે. પણ આ શરીરાદિ મારાં અને પુણ્યપાપના ભાવ મારા એમ જેણે માન્યું છે એનું ગાંડપણ તો અનાદિનું છે, અનંતકાળથી છે. હે ભાઈ ! આ મનુષ્યભવમાં જો આ ગાંડપણ ન ગયું તો ભુંડા હાલ થશે. આ ગાંડપણનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com