________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
ક્રોધની માફક અજ્ઞાની હું માનું છું, હું માયા છું, હું લોભ છું ઇત્યાદિ ભ્રાંતિને લીધે પોતાના સવિકાર પરિણામનો કર્તા થાય છે. અહા ! બે ભિન્ન વસ્તુની ભિન્નતા નહિ જાણવાથી બેને એક માની વિકારી પરિણામ અને શરીર, મન, વાણી, ઇન્દ્રિયો વગેરે હું છું એમ માની અજ્ઞાની જીવ કર્તા થાય છે. ભ્રાન્તિને લઈને અજ્ઞાની પરને પોતાના માને છે.
શરીર, મન, વાણી, ઈન્દ્રિયો ઇત્યાદિ હું છું એમ જાણવું અને માનવું તે અજ્ઞાન છે. શરીર સારું હોય તો ધર્મ થાય, શરીરમાં રોગ થતાં મને રોગ થયો, શરીર પુષ્ટ રહેતાં હું પુષ્ટ છું ઇત્યાદિ અનેક પ્રકારે શરીર અને આત્માને એક જાણવા, માનવા અને એમાં લીન થવું તે સંસારભાવ છે. અજ્ઞાની અજ્ઞાનપણે તેનો કર્તા થાય છે. મારો કંઠ બહુ મધુર છે અને હું સરસ બોલી શકું છું, આ બોલે છે તે હું જીવ છું-એમ વાણીને અને આત્માને એક માની તેમાં લીન થવું તે સંસાર છે. મન અને સ્પર્શાદિ ઈન્દ્રિયો જ્ઞાનમાં નિમિત્ત છે ત્યાં અજ્ઞાની માને છે કે મન અને ઇન્દ્રિયો તે હું છું. તે વડે મને જ્ઞાન થાય છે, મન વડે હું વિચારું છું, સ્પર્શ વડે હું શીતઉષ્ણ આદિ સ્પર્શને જાણું છું, જીભ વડે હું મીઠો, ખાટો ઇત્યાદિ રસને જાણું છું, નાક વડે હું સુંધુ છું, આંખ વડે હું વર્ણ-રંગને જાણું છું અને કાન વડે સાંભળું છું. આ મન અને ઇન્દ્રિયો ન હોય તો હું કેમ કરીને જાણું? આ પ્રમાણે મન અને ઇન્દ્રિયોને અને આત્માને એક માની તેમાં લીનતા કરે તે સંસાર છે. અજ્ઞાની તે સંસારભાવનો કર્તા થાય છે.
આ પ્રમાણે જે ચીજ આત્માથી ભિન્ન છે તેને વિચારી ભેદજ્ઞાન કરવું. રાગ અને વિકલ્પ પણ પરવસ્તુ છે. પરવસ્તુથી સ્વવસ્તુને એટલે આત્માને લાભ થાય એમ બની શકે નહિ. આત્મા પોતાના જાણગસ્વભાવથી જાણવામાં આવે છે–માટે તે પ્રત્યક્ષ જ્ઞાતા છે. પ્રવચનસાર ગાથા ૧૭રમાં અલિંગગ્રહણના વીસ બોલ છે. તેમાં છઠ્ઠી બોલમાં કહ્યું છે કે-“લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. ઇન્દ્રિયો વડે જણાય એવી ચીજ આત્મા નથી. અને ઇન્દ્રિયો વડે આત્મા જાણે છે એમ પણ નથી.
આ બહારનાં ધન, સંપત્તિ, સ્ત્રી, પુત્ર, પરિવાર, દાસ, દાસી ઇત્યાદિ જે નોકર્મ તે મારા છે એમ એકત્વબુદ્ધિએ જાણવા-માનવાં અને તેમાં એકત્વબુદ્ધિએ લીન થવું એ બધું અજ્ઞાન છે. સ્ત્રી અર્ધાંગના છે અને પુત્ર છે તે હું છું એમ માને પણ એ તો ધૂળેય તારું નથી. માત્ર અજ્ઞાનભાવ-સંસારભાવ છે અને અજ્ઞાની તે સંસારભાવનોવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય
જડ કર્મને હું બાંધું, જડ કર્મનો ઉદય આવે તો રાગાદિ થાય અને કર્મનો અભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com