________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
તે આગંતુક ભાવ છે. તે રાગને અહીં અચેતન કહીને અનુભવ કરાવવામાં એટલે જ્ઞાન કરાવવામાં સમર્થ એટલે નિમિત્ત છે એમ કહ્યું છે. જ્ઞાન તો સ્વયં પોતાથી થાય છે તેમાં રાગાદિ ભાવ નિમિત્ત છે એમ કહ્યું છે. રાગ જ્ઞાનને કરે કે જ્ઞાન રાગને કરે એવી વસ્તુ નથી. ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને જ્યાં જ્ઞાનમય થયો ત્યાં તે કર્મચેતના અને કર્મફળચેતનાના પરિણામ જ્ઞાનમાં (જ્ઞયપણે) નિમિત્ત છે.
પોતાનું જે સ્વપરપ્રકાશક જ્ઞાન પરિણમ્યું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પરથીરાગાદિથી સદાય અત્યંત ભિન્ન છે. તથા પર્યાયમાં જે રાગાદિ પરિણામ થયા તે પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. અહા ! જેમ કરવતથી બે કટકા કરે તેમ અહીં જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન કરીને બે કટકા કરવાની વાત છે. રાગાદિ પરિણામ જ્ઞાનમાં નિમિત્ત છે એનો અર્થ શું? એનો અર્થ એટલો કે જ્ઞાન પોતાથી સ્વપરપ્રકાશકપણે પરિણમે છે એમાં તે રાગાદિ ભાવો પરશેયપણે નિમિત્ત છે. ત્યાં રાગ છે તો અહીં જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. આત્મા જ્ઞાન કરવામાં સ્વતંત્ર છે. રાગ થયો માટે રાગનું જ્ઞાન થયું એમ છે નહિ. રાગના નિમિત્તે થતું તે પ્રકારનું જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી ( રાગથી) સદાય અત્યંત ભિન્ન છે.
જુઓ આ પરમાત્માની વાણી ! સંતોની વાણી ! સંતોની વાણી એ પરમેષ્ઠીની વાણી છે. આચાર્ય પણ પરમેષ્ઠી છે ને! ધવલમાં ““મો લોએ ત્રિકાલવર્તી સવ્વ અરિહંતાણં'' ઇત્યાદિએવો પાઠ છે. ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠીના અસ્તિત્વનો સ્વીકાર કરીને તેમને નમસ્કાર કરવાનો જે રાગ થયો તે પુદ્ગલના પરિણામ છે એમ અહીં કહે છે. અને તે પુદ્ગલપરિણામ જ્ઞાન કરાવવામાં નિમિત્તરૂપે સમર્થ છે, પણ છે તો એ પુદ્ગલપરિણામ, અને તે પુદ્ગલથી અભિન્ન છે. તેનું જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને તે રાગના પરિણામથી અત્યંત ભિન્ન
પદ્રવ્યને નમસ્કારનો ભાવ એ રાગ છે, વિકલ્પ છે. સ્વના અનુભવમાં લીન થવું, સ્વમાં નમવું એ નિશ્ચય નમસ્કાર છે. સ્વાશ્રયે નિર્વિકલ્પદશા પ્રગટ કરવી તે ભાવનમસ્કાર છે. પંચપરમેષ્ઠીની વંદનાનો જે વિકલ્પ થયો તે કર્મચેતના છે. પંચપરમેષ્ઠીની વંદનાના ભાવમાં જે હુરખ આવી ગયો તે કર્મફળચેતના છે. આ કર્મચેતના અને કર્મફળચેતનાના પરિણામ પુદ્ગલથી અભિન્ન છે. અને તે પ્રકારના જ્ઞાનથી તે પરિણામ અત્યંત ભિન્ન છે. અહા ! ગજબ વાત છે!
પ્રભુ! તારી ઋદ્ધિ તો દેખ! રાગનું જ્ઞાન કરવા તું સમર્થ છો પણ રાગ કરે એવી તારી શક્તિ નથી. કેમકે રાગની તારામાં નાસ્તિ છે. આ લીમડાના એક પાંદડામાં અસંખ્ય અને એક શરીરમાં એકેક જીવ છે. એમ ઠસોઠસ જીવ ભર્યા છે. દરેકના કાર્માણ અને તેજસ શરીર ભિન્ન છે. આવા જીવોના અસ્તિત્વનો જ્ઞાની જ સ્વીકાર કરી શકે. (અજ્ઞાનીને એનો સ્વીકાર હોતો નથી). અહીં! આમ અસંખ્ય જીવો ભીડમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com