________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
થાઓ. દ્રવ્યે તો હું શુદ્ધ છું, પણ પર્યાયમાં ક્લુષિતપણું છે એટલું દુઃખ છે. તેનો આ ટીકા કરવાના કાળમાં નાશ થાઓ. સ્વભાવની દષ્ટિનું અમને જોર છે, તે જોરના કારણે ટીકા કરવાના કાળમાં અશુદ્ધતાનો નાશ થશે એમ અર્થ છે. જ્ઞાનીને રાગની રુચિ નથી, સ્વભાવની જ રુચિ છે.
જ્ઞાની ચારિત્રમોહના ઉદયે કષાયરૂપે પરિણમે છે, માટે તેનો કર્તા કહેવાય કે નહિ તેનું સમાધાન કરે છે–
૧. સમ્યગ્દષ્ટિ વગેરેને શ્રદ્ધા-જ્ઞાનમાં ૫૨દ્રવ્યના સ્વામીપણારૂપ અભિપ્રાય નથી; ૨. કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે;
૩. તેનો તે જ્ઞાતા છે;
તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું તેને નથી.
પ્રશ્ન:- કષાયરૂપ પરિણમન છે તે ઉદયની બળજોરીથી છે. તો શું જ્ઞાનીને રાગનું પરિણમન કર્મના ઉદયને લઈને છે?
ઉત્ત૨:- ના, એમ નથી. જ્ઞાનીને રાગની રુચિ નથી, રાગ કરવાનો તેને અભિપ્રાય નથી. છતાં રાગ થાય છે. રાગ થાય છે તે તે કાળનો પર્યાયધર્મ છે અને તે તેની પુરુષાર્થની કમજોરી સૂચવે છે, પણ પ૨ને લઈને વા પરની (કર્મની ) જોરાવરીને લઈને રાગ થાય છે એમ છે જ નહિ. દૃષ્ટિની પ્રધાનતામાં રાગને પુદ્દગલના પરિણામ કહે છે અને તેને અહીં ઉદયની બળજોરીથી થાય છે એમ કહ્યું છે.
રાગ તો સ્વતંત્રપણે પોતાથી થાય છે. તેમાં નિમિત્તની બળજોરી કેવી? પણ જ્ઞાનીને રાગની રુચિ નથી, તેને રાગના સ્વામીપણારૂપ અભિપ્રાય નથી. છતાં થાય છે તો નિમિત્તની બળજોરીથી થાય છે એમ આરોપ કરીને કથન કર્યું છે. ખરેખર ત્યાં ઉદયની બળજોરી છે એમ અર્થ નથી. દષ્ટિપ્રધાન કથનમાં રાગનું પરિણમન ઉદયની બળજોરીનું કાર્ય છે એમ કહેવામાં આવ્યું છે.
જેમ કોઈને રોગ થાય અને તેની દવા કરે, પણ તેને તેની રુચિ હોતી નથી. તેમ જ્ઞાનીને રાગનું પોષણ નથી, રુચિ નથી. નબળાઈને લઈને થાય છે તેનો તે જ્ઞાતા છે. તેથી અજ્ઞાન સંબંધી કર્તાપણું જ્ઞાનીને નથી.
જ્ઞાનીને અસ્થિરતાનું પરિણમન છે. પરિણમનની અપેક્ષાએ એટલું તેને કર્તાપણું છે. પ્રવચનસારમાં ૪૭ નય અધિકારમાં આ વાત આવે છે. અસ્થિરતાના પરિણામનો જ્ઞાની કર્તા પણ છે અને ભોક્તા પણ છે. પરંતુ દષ્ટિની અપેક્ષાએ તેને શુદ્ધતારૂપ જ પરિણમન છે એમ કહેવાય છે, કેમકે અશુદ્ધતાના પરિણામની એને રુચિ નથી. જ્ઞાન જાણે છે કે પોતાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com