________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૩ ]
[ ૨૫
પોતે જ્ઞાનમય થયો થકો, “આ હું (રાગને) જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે (અર્થાત્ રાગ તો પુદ્ગલ કરે છે ) ' ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થ- જ્યારે આત્મા રાગદ્વેષસુખદુ:ખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે અર્થાત્ જેમ શીત-ઉષ્ણપણું પુદ્ગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુદ્ગલની અવસ્થા છે' એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે.
સમયસાર ગાથા ૯૩ઃ મથાળું
જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છે:
* ગાથા ૯૩ ટીકા ઉપરનું પ્રવચન * “જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહિ કરતો અને પોતાને પર નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે.'
સમ્યગ્દર્શન થતાં હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન ચૈતન્યમૂર્તિ આત્મા છું અને અચેતન જડ રાગાદિ મારાથી ભિન્ન છે એવું ભાન થાય છે. દયા-દાનનો રાગ હો કે પંચમહાવ્રતનો રાગ હોએ આસ્રવ છે, દુઃખદાયક છે; અને એનાથી ભિન્ન મારી ચીજ આનંદદાયક છે. આ પ્રમાણે આત્મા અને પરનું અંતર જાણે તે પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. ભેદજ્ઞાન થતાં જ્ઞાની રાગને પોતારૂપ કરતો નથી અને પોતાને રાગરૂપ કરતો નથી. અહાહા...! ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વભાવમય જાણનસ્વભાવમય વસ્તુ આત્મા છે. એની દષ્ટિ થતાં ધર્મી એમ જાણે છે કે હું તો જ્ઞાનમય છું, રાગમય નથી. વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તે હું નથી. જ્ઞાનીને વ્યવહાર હોય છે ખરો, પણ તે વ્યવહારને જ્ઞાની સ્વરૂપથી ભિન્ન જ માને છે. હું તો વ્યવહારનો-રાગનો જાણનાર છું એમ જ્ઞાની માને છે. તે તે સમયે થતો રોગ જ્ઞાનીને માત્ર જાણેલો પ્રયોજનવાન છે. આ વસ્તુસ્થિતિ છે. અહો! વસ્તુસ્થિતિને કહેનારી ભગવાન કુંદકુંદદેવની આ અલૌકિક વાણી છે!
પોતાના જ્ઞાનાનંદસ્વભાવને રાગથી ભિન્ન કરીને જે જ્ઞાનમય થયો તે એમ જાણે છે કે હું તો જ્ઞાયક-જાણનાર છું; વિષયવાસનાનો રાગ હો, પણ હું તો તેનો જાણનાર જ્ઞાનસ્વરૂપ છું. અહા ! મારા જ્ઞાનમાં રાગ નથી અને રાગમાં મારું જ્ઞાન નથી. હું તો જ્ઞાનસ્વરૂપ છું અને રાગ અચેતન છે; આ શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન અચેતન એવા રાગમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com