________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૪ ]
[ ૩૬૫
છે. વિજ્ઞાન જ જેનો એક રસ છે એટલે જેમાં કોઈ ભેદ છે જ નહિ એવો ભગવાન આત્મા છે. આ સમ્યગ્દર્શનનો વિષય અને ધ્યાતાના ધ્યાનનું ધ્યેય છે. આવો વિજ્ઞાન-એકરસરૂપ આત્મા પોતે પોતાથી જણાય એવો છે. તેને કોઈ પરની અપેક્ષા નથી એવી તે નિરપેક્ષ વસ્તુ છે.
પ્રશ્ન:- આ તો એક નયની વાત આવી; સાક્ષેપ કથન તો આવ્યું નહિ? બીજો નય તો આમાં આવ્યો નહિ?
ઉત્તર:- ભાઈ ! પરની ઉપેક્ષા કરી એટલી અપેક્ષા તેમાં આવી જાય છે. પરની ઉપેક્ષા કરીને આ તરફ સ્વની અપેક્ષા (એકાગ્રતા, સન્મુખતા) કરી–એ રીતે બને નય એમાં આવી જાય છે. જૈનતત્ત્વમીમાંસામાં પં. શ્રી ફૂલચંદજીએ આનો સરસ ખુલાસો કર્યો છે.
આ ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન પામવાના કાળે કેવી દશા હોય છે તેની વાત ચાલે છે. સમ્યગ્દર્શન અને તેની સાથે થતું સમ્યજ્ઞાન-એ બેની વાત અહીં અત્યારે ચાલે છે. અહીં ચારિત્રની વાત નથી. જોકે એ વખતે ધર્મીને સ્વરૂપાચરણ-ચારિત્રનો અંશ પ્રગટ થાય છે, પણ પાંચમા ગુણસ્થાન અને છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનનું જે ચારિત્ર છે તે હોતું નથી.
નિર્વિકલ્પ જ્ઞાનમાં જ્યારે વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો આત્મા વેદાય છે ત્યારે દર્શન પણ છે, જ્ઞાન પણ છે અને ચારિત્રનો અંશ પણ ત્યાં છે. આત્મામાં સંખ્યામાં જેટલી અનંત શક્તિઓ છે તે બધાનો એક અંશ વ્યક્તપણે વેદનમાં આવે છે. શ્રીમદે કહ્યું છે કે-“સર્વ ગુણાંશ તે સમકિત.” આત્મામાં અનંત શક્તિઓ છે. જ્ઞાન દ્વારા જ્યારે દ્રવ્ય જાણવામાં આવે ત્યારે દ્રવ્યની એ સર્વ શક્તિઓનો એક અંશ પર્યાયમાં વ્યક્ત થઈને તેનો સ્વાદ આવે છે. કેવળજ્ઞાનમાં સર્વદશ અને અહીં એકદેશ પર્યાય વ્યક્ત થાય છે. તે દ્વારા વિજ્ઞાન-એકરસસ્વરૂપ ભગવાન જાણવામાં આવે છે, અને ત્યારે દષ્ટિમાં આવતાં દેખવામાં-શ્રદ્ધવામાં આવ્યો એમ કહેવાય છે. ૧૪૪મી ગાથાની ટીકામાં આવી ગયું કે પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે શ્રદ્ધાય છે અને જણાય છે.
વળી નિર્મળ જ્ઞાન દ્વારા જે વેદનમાં આવ્યો તે કેવો છે? તો કહે છે
પુષ્ય: પુરા: પુમાન' –તે પવિત્ર પુરાણ પુરુષ છે. પુણ્ય શબ્દનો અર્થ અહીં પવિત્ર થાય છે. પુણ્ય એટલે શુભભાવની અહીં વાત નથી. શુભભાવરૂપ પુણ્યથી તો એ રહિત છે. આત્મા સ્વરૂપથી પરમ પવિત્ર વસ્તુ છે. વળી તે પુરાણ કહેતાં શાશ્વત, ત્રિકાળ વસ્તુ છે. શાશ્વત મોજૂદગીવાળી અનાદિની ચીજ એવો વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. એ અનાદિની હયાતીવાળી પુરાણી ચીજ છે, કોઈ થી એ નવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com