________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨ ]
[પ્રવચન રત્નાકર ભાગ-૫
જેમાં ગુણ-પર્યાયના ખંડ નથી, ભેદ નથી, ભંગ નથી એવો અભેદ આત્મા પરિપૂર્ણરૂપે જ્ઞાનમાં પ્રતિભાસે છે તે અખંડ પ્રતિભાસમય છે. જ્ઞાનમાં અખંડનો પ્રતિભાસ થવો તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
૬. અનંત, વિજ્ઞાનઘન છે. જેમાં સૂક્ષ્મ રાગનો પણ કદી પ્રવેશ નથી એવો અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ સમયસાર છે.
૭. આવો ૫૨માત્મરૂપ સમયસાર છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન ચિસ્વરૂપ સદા સિદ્ધસ્વરૂપ એવો પ૨માત્મરૂપ સમયસાર છે.
આવા સમયસારને જ્યારે આત્મા વિકલ્પરહિત થઈને અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે શ્રદ્ધામાં આવે છે અને જ્ઞાનમાં જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
ગાથા ૧૪૪ : ભાવાર્થ
આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પો મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ ‘સમ્યગ્દર્શન ’ અને ‘સમ્યજ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન કાંઈ અનુભવથી જુદાં નથી.
6
*
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
*
* કળશ ૯૩ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
.
.
* નયાનાં પક્ષ: વિના' નયોના પક્ષો રહિત, ‘અન્નનં વિભાવમ્' અચળ નિર્વિકલ્પભાવને ‘ આામન્' પામતો ‘ ય: સમસ્ય સાર: ભાતિ' જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે ‘સ: ષ:’ તે આ સમયસાર (શુદ્ધ આત્મા )–‘નિવૃતૈ: સ્વયં ગાવાઘમાન: ' કે જે નિભૃત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાધમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે) તે– ’
આત્મા સદા વિજ્ઞાનઘનસ્વરૂપ છે. પર્યાયમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વ્યવહારના સ્થૂળ વિકલ્પ ઉઠે એ તો બહારની ચીજ છે. એ વિકલ્પ કાંઈ ( આત્મ-પ્રાપ્તિનું ) સાધન નથી. એ તો છે. અહીં કહે છે-હું દ્રવ્યે શુદ્ધ છું, અબદ્ધ છું અને પર્યાયે અશુદ્ધ છું, રાગથી બદ્ધ છું એવા જે બે નયના બે પક્ષ છે તે નિષેધવા યોગ્ય છે,
સમયસાર ગાથા-૧૪૪ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
[ ૩૬૩