________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
નિજરસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.”
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આત્મસંમુખ થતાં જે અનુભવ થાય તેમાં અત્યંત વિકલ્પ રહિતપણું છે. હું આવો છું અને આવો નથી એવા વિકલ્પને પણ જો અવકાશ નથી તો પછી પરનું આ કરવું અને તે કરવું એ વાત કયાં રહી? અહા! આમ થતાં અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજરસથી જ આત્મા પ્રગટ થાય છે. અંતરમાં જ્યાં દૃષ્ટિ પડી, જ્ઞાનની દશા
જ્યાં જ્ઞાતા તરફ વળી કે તરત જ તે જ ક્ષણે નિજરસથી જ ભગવાન આત્મા પ્રગટ થાય છે. નિજરસ એટલે જ્ઞાનરસ, ચૈતન્યરસ, આનંદરસ, શાંતરસ, સમરસ, વીતરાગરસથી તત્કાળ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે.
આત્મા આદિ, મધ્ય અને અંતરહિત વસ્તુ છે. એને આદિ કયાં છે? અંત કયાં છે? એ તો છે, છે ને છે. અને મધ્ય કેવો? આનંદકંદ પ્રભુ જ્ઞાનનો પિંડ અનાદિ-અનંત એવો ને એવો વિરાજમાન છે. કયારે ન હતો? ક્યારે નહિ હોય? સદાય છે, છે, છે. આવો ત્રિકાળ અતિરૂપ ભગવાન આત્મા છે. તેને વિકલ્પરહિત થઈને જ્યારે સ્વસમ્મુખ થઈને જીવ અનુભવે છે ત્યારે તે જ ક્ષણે તે નિજ રસથી પ્રગટ પ્રસિદ્ધ થાય છે. તે વિકલ્પથી પ્રગટ થતો નથી. હું શુદ્ધ છું એવો જે વિકલ્પ ઊઠે છે તે વ્યવહાર છે અને એનાથી આત્મા પ્રસિદ્ધ થતો નથી.
| વિકલ્પના આશ્રયે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રગટ થતું નથી પણ અંતરમાં સ્વભાવસન્મુખ થતાં તત્કાળ નિજરથી જ આત્મા પ્રગટ થાય છે. “નિજરથી જ '—એમ “જ” નાખ્યો છે. સમ્યક એકાન્ત કર્યું છે. એટલે નિજરસથી પણ થાય અને વિકલ્પના રાગથી પણ થાય એવું એનું સ્વરૂપ નથી. ટીકામાં છે-“સ્વરસત વ વ્યમિન્તમ’–મતલબ કે નિજરસથી જ આત્મા પ્રગટ થાય છે. (અન્યથી નહિ.) માર્ગ તો આ છે, બાપુ ! તને ન બેસે તેથી વિરોધ કરે, પણ શું થાય? ખરેખર તો તું પોતાનો જ વિરોધ કરે છે; કેમકે પરનો વિરોધ શું કોઈ કરી શકે છે? (પરમાં કોઈ કાંઈ કરી શકતું નથી).
અહીં કહે છે-રાગ અને નયપક્ષના વિકલ્પોને છોડી જ્યાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનતત્ત્વને અંતર્મુખ વાળ્યું ત્યાં તત્કાળ નિજરસથી જ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. પહેલાં વિકલ્પની આડમાં અપ્રસિદ્ધ હતો તે નિર્વિકલ્પ થતાં પ્રસિદ્ધ થાય છે. અહાહા...! શું ટીકા છે? એકલો અમૃતરસ રેડયો છે. આત્મપ્રસિદ્ધિ થતાં સમ્યગ્દર્શન થયું, સમ્યજ્ઞાન થયું, સમ્યકચારિત્ર થયુંએમ અનંતગુણનો નિર્મળ રસ વ્યક્ત થયો. વસ્તુ છે તે અનંતગુણમય છે. તેમાં જ્ઞાન મુખ્ય છે, જ્ઞાન સાથે સર્વ અનંતગુણ અવિનાભાવી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com