________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૩ ]
[ ૩૩૯
ભાઈ ! ધર્મની પહેલી દશા, પ્રથમ સોપાન જે સમ્યગ્દર્શન તે આ રીતે થાય છે એમ કહે છે. વીતરાગનો માર્ગ આવો છે, બાપુ! રાગ વડ કે નિમિત્ત વડે ભવાય એવી વસ્તુ નથી. અહીં તો પર્યાય વડે ભવાય એમ પણ નથી કહ્યું. અહીં તો કહે છે કે ત્રિકાળી ચીજ જે જ્ઞાનસ્વભાવનો ભર પડ્યો છે તેના વડે કરીને પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ભવાય છે એટલે હોય છે, કરાય છે. આ ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન થાય એની વાત છે. કોઈ કહું કે આ ચારિત્રની વાત છે તો એમ નથી. આત્મામાં જે ચૈતન્યનો ભર ભર્યો છે એના વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કરાય છે, હોય છે-એમ એકાન્ત કહ્યું છે. વ્યવહારથી થાય એ વાત છે જ નહિ, એને તો અહીં ઉડાડી દીધી છે.
આત્મા એવું નબળું તત્ત્વ નથી કે રાગને લઈને એનું કાર્ય થાય. આત્મા પૂર્ણ શક્તિમાન બળવાન ચીજ છે. એના પોતાના સ્વભાવના બળ વડે કરીને એનાં ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય હોય છે, કરાય છે, ભવાય છે. આત્મા એવી નબળી ચીજ નથી કે તે પરના આશ્રયે પ્રગટ થાય (અર્થાત્ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થવામાં એને પરની અપેક્ષા નથી). ત્રણલોકના નાથ જિનેશ્વરદેવનું આ ફરમાન છે. અહા ! આવી વાત હુજા સાંભળવાય ન મળે તે બિચારા કે દિ ધર્મ કરે અને કે દિ એમનાં જન્મ-મરણ મટે? ચોરાસીના અવતારમાં જન્મ-મરણ કરી કરીને મરી ગયો છે. બાપા! અનંત કાળ અનંત ભવ કરવામાં ગાળ્યો છે. ભાઈ ! એ બધો કાળ તે દુ:ખમાં ગાળ્યો છે. પ્રભુ! સ્વર્ગમાં પણ તું દુ:ખી જ હતો. ભવ છે તે સ્વભાવથી વિરુદ્ધ પરાધીન દશા છે.
આ વિકલ્પ છે તે દુઃખરૂપ ભાવ છે અને ભગવાન આત્મા ચિસ્વભાવ છે. અહીં જ્ઞાનપ્રધાન કથન છે તેથી કહે છે ચિસ્વભાવનો પુંજ એવા આત્મા વડે પોતાનાં ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય કરાય છે. મતલબ કે વ્યવહારના વિકલ્પ વડે પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થાય એમ છે
પ્રભુ! તારી મોટપની તને ખબર નથી. વસ્તુના સ્વભાવના મહિમાની તને ખબર નથી. બહારમાં દયા, દાન, ભક્તિ ઇત્યાદિના શુભભાવમાં તને મહિમા ભાસે છે પણ એ ભાવ તો દુઃખરૂપ છે, પુણ્યનો જેને મહિમા છે તે આ બધા શેઠિયા પરાધીન દુઃખી છે. અહીં કહે છે કે ભગવાન આત્મા જે જ્ઞાનસ્વભાવનો પુંજ છે એના વડે પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. ધ્રુવ ધ્રુવપણે રહે છે અને તેના આશ્રયે નિર્મળ વીતરાગી પર્યાયનો ઉત્પાદ કરાય છે. ઓહોહોહો ! એક લીટીમાં કેટકેટલું સમાવ્યું છે! અહો! દિગંબર સંતોની કરુણા ! જે વસ્તુ શબ્દમાં નથી જણાય એવી નથી તેને શબ્દ દ્વારા કહી છે, બતાવી છે! વાહ! સંતો વાહ!!
પ્રશ્ન:- શબ્દોથી જણાય નહિ તો શબ્દો શું કામ કહ્યા?
ઉત્તરઃ- શબ્દો તો શબ્દોના કાળે પોતાના કારણે થયા છે. શબ્દોમાં વસ્તુનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com