________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૩ ]
| [ ૩૩૩
અરે ! આ કાળમાં ભગવાનના વિરહ પડયા! અને તે સાથે ભગવાનની વાત કહેનારા સાચા સંતોના પણ વર્તમાનમાં વિરહ પડયા ! આ સ્થિતિમાં સત્ય વાત બહાર આવતાં કોઈ વિરોધ કરે પણ શું થાય? ભાઈ વસ્તુનું સ્વરૂપ જ આવે છેતેમાં બીજું શું થઈ શકે?
અહીં અનુભવના કાળમાં સમ્યગ્દષ્ટિને કેવળી સાથે મેળવે છે. તેના ત્રણ બોલ થયા. હવે ચોથો બોલ
૪. કેવળજ્ઞાન વડે સદા વિજ્ઞાનઘન થયા હોઈને કેવળી ભગવાન શ્રુતજ્ઞાનની ભૂમિકાને અતિક્રમ્યા છે અર્થાત્ ઓળંગી ગયા છે. તેવી રીતે ચૈતન્યમય આત્માના અનુભવન વડે વિજ્ઞાનઘન થયો હોઈને, અનુભવના કાળે શ્રુતજ્ઞાની જીવ શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ અને બહિર્ષલ્પરૂપ વિકલ્પોને અતિક્રમ્યો છે, ઓળંગી ગયો છે. હું શુદ્ધ છું એવો જે અંદર વિકલ્પ ઉઠે તે અંતર્જલ્પ છે અને બહાર વાણી નીકળે તે બહિર્શલ્પ છે. શ્રુતજ્ઞાની અનુભવના કાળમાં સમસ્ત અંતર્જલ્પરૂપ અને બહિર્બલ્પરૂપ વિકલ્પોને ઓળંગી ગયો છે. અહો ! કેવળી સાથે જ્ઞાનીને મેળવીને શ્રી અમૃતચંદ્રાચાર્યદવે ગજબ કામ કર્યું છે! હવે કહે છે નયપક્ષની ભૂમિકાને ઓળંગી જવાને લીધે
૫. કેવળી ભગવાન જેમ સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા છે તેમ શ્રુતજ્ઞાની ધર્મી જીવ પણ સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો છે. અને તેથી
૬. જેમ કેવળી ભગવાન કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી તેમ શ્રુતજ્ઞાની ધર્મી જીવ પણ કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી.
ભાઈ ! તું કોણ છો અને તેને કેમ પમાય તેની આ વાત છ બોલ દ્વારા કહી છે. વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ કહ્યું છે, પણ કયાંય પક્ષમાં બંધાઈ જઈશ તો ભગવાન આત્મા હાથ નહિ આવે; અને તું સુખી નહિ થઈ શકે.
બાપુ! તે દુઃખમાં જ દહાડા ગાળ્યા છે. જેનું વર્ણન થઈ ન શકે એવા અકથ્ય દુઃખમાં અનંતકાળ તારો વ્યતીત થયો છે. જેમ કોઈ રાજકુમારને જીવતો જમશેદપુરની તાતાની ભઠ્ઠીમાં નાખે અને એને જે વેદના થાય એનાથી અનંતગુણી વેદના પહેલી નરકમાં છે. ભાઈ ! તને શાના અભિમાન અને શાનો અહંકાર થાય છે? ઓછામાં ઓછી દસ હજાર વર્ષની આયુની સ્થિતિ ત્યાં હોય છે. અને સાતમી નરકની ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ હોય છે. એમાં તું અનંતવાર જન્મ-મરણ કરી ચૂકયો છે. પ્રભુ! તું ભૂલી ગયો ! (યાદ કર).
શ્રેણીક મહારાજા ક્ષાયિક સમકિતી હતા. આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે. હાલ પ્રથમ નરકમાં છે. અંદરથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો નાશ થયો છે એટલે એટલાં ત્યાં સુખ અને શાંતિ છે. સ્વભાવનો આશ્રય છે એટલું ત્યાં સુખ છે, પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com