________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૩ ]
૬. કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી.
આ દષ્ટાંત થયું. અહો! સમ્યગ્દષ્ટિને અનુભવના કાળમાં કેવળી ભગવાન સાથે મેળવે છે. એ જ હવે સિદ્ધાંત કહે છે
[ ૩૩૧
‘તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા ), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ. અતિ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-દિત, ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે (અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વર્ડ) તે વખતે (અનુભવ વખતે ) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને, શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્બલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી, તે (આત્મા) ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ ૫૨, ૫રમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યજ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર સમયસાર છે.’
૧. શ્રુતજ્ઞાની આત્મા, ક્ષયોપશમથી જેનું નીપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનના વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં ૫૨નું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહથી નિવૃત્ત થયો છે; તેથી
૨. શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે;
૩. પરંતુ, અતિ તીક્ષ્ણ જ્ઞાનદષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ, નિત્ય-ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વડે તે અનુભવના કાળે પોતે જ વિજ્ઞાનધન થયો છે; તેથી
૪. શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાને અતિક્રમ્યો છે, ઓળંગી ગયો છે; તે વડે
૫. સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો છે; માટે
૬. કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી.
આ છ બોલમાં સમકિતીને ભગવાન કેવળી સાથે મેળવે છે.
આ પ્રમાણે
૧. જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના એટલે લોકાલોકના સાક્ષી છે, જ્ઞાતા-દષ્ટા છે તેવી રીતે શ્રુતજ્ઞાની પણ શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહથી નિવૃત્ત થયો હોવાને લીધે ૫૨નો જ્ઞાતા છે, સાક્ષી છે.
૨. કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. તેવી રીતે શ્રુતજ્ઞાની આત્મા, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com