________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
ત્યાં સમ્યગ્દર્શન પામેલા છે. શરીર તિર્યંચનું છે પણ અંદર તો આત્મા છે ને! અહા! વિકલ્પથી ભિન્ન પડીને અંદર ચૈતન્યમાં ઊંડે ઉતરી ગયા છે. તેમાં પંચમ ગુણસ્થાનવાળા તિર્યંચો પણ અસંખ્ય છે. કોઈને જાતિસ્મરણ થયું છે તો કોઈને આત્માનું અંદર સ્મરણ થયું છે. અહીં સંતો પાસે સાંભળેલું હોય, અનુભવ ન થયો હોય અને પશુમાં જન્મ થયો હોય તો ત્યાં પણ ચેતન્યનો અનુભવ કરી સમ્યગ્દર્શન પામે છે. પૂર્વે જ્ઞાની પાસે જે સાંભળેલું તેનું અંદર લક્ષ જાય છે કે –અહો! હું તો ચૈતન્યજ્યોતિસ્વરૂપ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છું. વિકલ્પના અભાવરૂપ નિર્વિકલ્પ મારું ચૈતન્યરૂપ છે. લોકાલોકથી માંડીને જેટલા વિકલ્પ થાય છે તેને હું અડયોય નથી. આ પ્રમાણે અંતરમાં લક્ષ કરીને સમ્યગ્દર્શન પામે છે.
તિર્યંચોને સમકિત થયા પછી ખોરાક સાદો ફળફૂલનો હોય છે. તેને માંસનો આહાર ન હોય. હજા૨-હજાર યોજનના સરોવરમાં કમળ થાય છે. પરમાત્માની વાણીમાં આવ્યું છે કે તે લાખો વર્ષ રહે છે અને તેમને ફળફૂલ, કમળ વગેરેનો આહાર હોય છે. સમકિતી સિંહ હોય તેને માંસનો આહાર ન હોય, વનસ્પતિ વગેરે નિર્દોષ આહાર હોય છે.
પ્રશ્ન:- તો શું કાળ નડતો નહિ હોય?
ઉત્ત૨:- ના, કાળ તો બાહ્ય ચીજ છે. ચોથો કાળ, પંચમ કાળ એ તો બાહ્ય વસ્તુ છે. ભગવાન આત્મા ત્રિકાળસ્વરૂપ છે. અરે, એની એક સમયની પર્યાયને પણ પરકાળ કહેવામાં આવેલ છે. કળશટીકાનો ૨૫૨ મો શ્લોક છે ત્યાં આમ કહ્યું છેઃ
૧. સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ,
૨. સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ,
૩. સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા,
૪. સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ;
૧. પરદ્રવ્ય એટલે વિકલ્પ ભેદકલ્પના,
૨. પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદકલ્પનાથી ૫૨પ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે.
૩. પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાંતર-ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે.
૪. પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદકલ્પના, તેને પરભાવ કહેવાય છે.
પંડિત રાજમલજીએ બહુ સરસ કળશટીકા બનાવી છે. તેના આધારે પં. શ્રી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com