________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૨ ]
[ ૩૧૧
* કળશ ૮૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘:' જીવ એક છે “ઇસ્ય' એવો એક નયનો પક્ષ છે. હું એક છું એવો નિશ્ચયનયનો પક્ષ છે તે વિકલ્પ છે. હવે કહે છે
ન તથા' જીવ એક નથી (–અનેક છે) “પુરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. જીવને અનંત ગુણ છે, પર્યાય છે એ અપેક્ષા જીવ અનેક છે એવો વ્યવહારનયનો પક્ષ છે. અહીં આ વિકલ્પની વાત છે. ૪૭ શક્તિના અધિકારમાં ‘એક’ એવો આત્માનો ગુણ છે અને અનેક” એવો પણ આત્માનો ગુણ છે એની વાત કરી છે. એ તો આત્માના એક-અનેક સ્વભાવની વાત છે. અહીં તો હું એક છું, અનેક છું એવા નયપક્ષની વાત ચાલે છે.
‘રૂતિ'-આમ ‘વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે ‘યો:' બે નયોના ‘કૌ પક્ષપાતૌ' બે પક્ષપાત છે. જીવ અનેકસ્વરૂપ છે એ વ્યવહારનયનો પક્ષ છે. તેને તો પહેલેથી છોડાવતા આવ્યા છીએ. પણ જીવ એક છે એવો નિશ્ચયનો પક્ષ પણ છોડવા યોગ્ય છે. વસ્તુ ત્રિકાળ એકરૂપ ચિતૂપ છે એવું જીવનું સ્વરૂપ છે ખરું, પણ એવો વિકલ્પ ઊઠે તે રાગ છે માટે નિષેધવા યોગ્ય છે-એમ કહે છે.
આત્મા અનંતગુણનું ધામ એક વસ્તુ છે એવી જે વૃત્તિ ઊઠે તે દુ:ખરૂપ છે, બંધનું કારણ છે. જીવ ચૈતન્યપ્રકાશનો પૂંજ છે. એકલું જ્ઞાન, જ્ઞાન જ્ઞાન એનું સ્વરૂપ છે. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નહિ. જેમ સાકરનો મીઠો સ્વભાવ, અફીણનો કડવો સ્વભાવ છે તેમ ભગવાન આત્માનો જ્ઞાનસ્વભાવ છે. તેમાં એક-અનેકના વિકલ્પ કયાં સમાય છે? હું એક છું એવો વિકલ્પ પણ ચિસ્વરૂપમાં નથી.
દયા, દાન, ભક્તિના પરિણામથી નિશ્ચય થાય એ વાત તો તદ્દન વિરુદ્ધ છે. કોઈને ન બેસે તોય માર્ગ તો આવો જ છે. દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આ વાત આવી છે.
સમોસરણસ્તુતિમાં આવે છે ને કે
રે રે સીમંધરનાથના વિરહ પડયા આ ભરતમાં !” ભગવાનના ભરતક્ષેત્રમાં વર્તમાનમાં વિરહ પડયા છે. વિદેહક્ષેત્રમાં સીમંધર પ્રભુ સાક્ષાત્ બિરાજે છે. ત્યાં દરરોજ ત્રણ વખત છ છ ઘડીäધ્વનિ છૂટે છે. અહા ! ભરતમાં ભગવાનનો વિરહ પડયો! આ તો પરદ્રવ્યની અપેક્ષાએ વાત થઈ. અહીં કહે છે કે-નયપક્ષની જાળમાં ગુંચાઈ જવાથી, પોતે આત્મા અનંતગુણનો નાથ, પોતાના અનંત ગુણોની મર્યાદાને ધરનાર સીમંધરનાથ છે તેનો પોતાને વિરહ પડયો છે. બહારની વાત તો ક્યાંય રહી ગઈ.
આ લોકાલોક છે એમાં જીવ ક્યાં છે? અહાહા..લોકાલોકને જાણનારો જીવ લોકાલોકથી તદ્દન જુદો છે. દેથી પણ આત્મા જુદો છે. દેહ સાથે જો આત્મા એકમેક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com