________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૨ ]
[ ૩૦૭
ય: તત્ત્વવેતી વ્યુતપક્ષપાત:' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે “તસ્ય' તેને “નિત્ય' નિરંતર “વિત્' ચિસ્વરૂપ જીવ “રંતુ વિત્ પર્વ અસ્તિ' ચિસ્વરૂપ જ છે. ધર્મી જીવોને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો અનુભવાય છે. અહા ! દિગંબર સંતો-કેવળીના કેડાયતો જગતું સમક્ષ જાહેર કરે છે કે ચિસ્વરૂપ તો ચિસ્વરૂપ જ છે. તેમાં નયના પક્ષપાતને અવકાશ નથી. વ્યવહારના પક્ષનો તો અવકાશ નથી, પણ હું સૂક્ષ્મ છું એવા સૂક્ષ્મ વિકલ્પનો પણ અવકાશ નથી. આવી વસ્તુનો અનુભવ સમ્યગ્દર્શન છે.
* કળશ ૭૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘હેતુ:' જીવ હેતુ (કારણ) છે “પ્રવચ' એવો એક નયનો પક્ષ છે. જીવને જે રાગાદિ થાય છે તેનું જીવ કારણ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવ છે તો દયા, દાન, વ્રતાદિનો રાગ થાય છે; માટે રાગભાવનું જીવ કારણ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. આનો તો આચાર્યદેવ પહેલેથી નિષેધ કરતા આવ્યા છે. અહીં નિશ્ચયના પક્ષનો પણ નિષેધ કરે છે. કહે છે
ન તથા' જીવ હેતુ (કારણ) નથી “પરસ્ય' એવો બીજા નયનો પક્ષ છે. રાગ અને પરનું કારણ આત્મા છે જ નહિ એવો નિશ્ચયનયનો પક્ષ છે. આ પક્ષ છે તે વિકલ્પ છે, રાગ છે. તેને અહીં છોડાવે છે. ભાઈ ! આ અલૌકિક વાત છે. એને લોકના અભિપ્રાય સાથે જરાય મેળ ખાય એમ નથી.
ભગવાન આત્મા અનાદિ અનંત જ્ઞાનનો ધ્રુવ-ધ્રુવ પ્રવાહ છે. નાળિયેરમાં છૂટા પડેલા ગોળાની જેમ આત્મા રાગ અને પરથી ભિન્ન ચૈતન્યગોળો છે. તે રાગ અને પરનું કારણ નથી. વ્યવહારરત્નત્રયના રાગનું આત્મા કારણ નથી. છે તો એમ જ, પણ એવો જે નયપક્ષ છે તે વિકલ્પ છે. રાગ છે. ભાઈ ! આ તો અંતરની વાત છે. બધું જાણું પણ જાણનારને જાણ્યો નથી. જે પદાર્થો જણાય છે તેના અસ્તિત્વને માને છે પણ જાણનાર એવા પોતાના અસ્તિત્વને જાણતો નથી. અહા! કેવું વિચિત્ર! જે નયપક્ષના વિકલ્પ છે તેને જાણે છે પણ વિકલ્પથી ભિન્ન પોતાને જાણતો નથી. અહીં કહે છે-હું કોઈનું કારણ નથી એવો વિકલ્પ પણ નુકશાનકર્તા છે કેમકે તે વિકલ્પમાં રોકાઈ રહેવાથી આત્મા જણાતો નથી. એ જ કહે છે
રૂતિ' આમ “વિતિ' ચિસ્વરૂપ જીવ વિષે “કયો:' બે નયોના “ક પક્ષપાતી' બે પક્ષપાત છે. જીવ કારણ છે અને જીવ કારણ નથી એ તો બે નયોના બે પક્ષપાત છે, વિકલ્પ છે. તે વિકલ્પ સાથે ભગવાન આત્મા તન્મય નથી. વિકલ્પ સાથે વસ્તુ તન્મય નથી તો વિકલ્પથી વસ્તુ કેમ જણાય? અહાહા...! જીવ પરનું અને રાગનું કારણ નથી એવો વિકલ્પ પણ છોડીને આત્મસન્મુખતા કરી આત્માનુભવ કરવાનું આચાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com