________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૨ ]
[ ૨૯૭
* કળશ ૭૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
“આ શાસ્ત્રમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે.'
છઠ્ઠી અને અગિયારમી ગાથામાં પહેલેથી જ પર્યાયને ગૌણ કરીને આચાર્ય કથન કરતા આવ્યા છે. ભગવાન આત્મા પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી, એકમાત્ર જ્ઞાયક પ્રભુ છે; તે શુભાશુભભાવના સ્વભાવે કદીય થતો નથી એવો ચૈતન્યસ્વરૂપ જ્ઞાયક ત્રિકાળ છે-એમ પર્યાયને ગૌણ કરીને પ્રથમથી આ શાસ્ત્રમાં કથન કરતા આવ્યા છે. પર્યાયને ગૌણ કરીને એટલે કે પેટામાં રાખીને, અભાવ કરીને નહિ, આ શાસ્ત્રમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પર્યાય છે નહિ એમ અભાવ કરીને નહિ પણ ગૌણ કરીને એટલે કે પેટામાં રાખીને કથન કરવામાં આવ્યું છે.
પર્યાયમાં રાગ-દ્વેષના જે ભાવો થાય છે તેને પહેલેથી જ ગૌણ કરતા આવ્યા છે. તે ભાવો શુદ્ધ આત્મદ્રવ્યમાં નથી તેથી તે ભાવો અભૂતાર્થ છે, ભગવાન આત્મા એક ભૂતાર્થ છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી (રાગાદિરૂપ) અનેક પ્રકારના થાય છે એનો અર્થ એ કે સામે બીજી ચીજ નિમિત્ત છે જેના લક્ષે અનેક પ્રકારના રાગાદિ પરિણામ થાય છે. બસ આટલું જ; એનો અર્થ એમ નથી કે પરનિમિત્ત અનેક પ્રકારના પરિણામ કરાવે છે. નિમિત્તના લક્ષે થાય છે તેને નિમિત્તથી થાય છે એમ કહેવામાં આવે છે.
આ દેહ તો મૃતક કલેવર છે. અત્યારે હાં, અત્યારેય એ મડદું છે. તેમાં અમૃત-સાગર પ્રભુ આત્મા મૂર્છાઈ ગયો છે. શરીરનાં ચળકાટ, નમણાઈ, ઉજળાશ વગેરે દેખીને અમૃતનો નાથ મૂછ પામ્યો છે. પણ દેહુ તો એના કાળે છૂટવાનો જ છે. અહીં કહે છે કે દેહ પ્રત્યેનો રાગ તો શું, વ્રતાદિ સંબંધી થતા વિકલ્પનો રાગ પણ મૃતક છે, મડદું છે; કેમકે ચૈતન્યનો તેમાં અભાવ છે. આવી રાગની પર્યાયને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે, અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. હવે કહે છે
એ રીતે જીવ પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદ, ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધ નયનો પણ પક્ષપાત ( વિકલ્પ) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી ? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય.'
અહો ! આ સમયસાર તો પરમ દેવી ભાગવત શાસ્ત્ર છે! કહે છે-“શુદ્ધ નો આશ્રય છોડી “શુદ્ધ' નો પક્ષપાત-વિકલ્પ કરશે તેને શુદ્ધ સ્વરૂપનો સ્વાદ નહિ આવે. અરે ભાઈ ! આ શરીર કંચનવર્ણ હોય તોપણ કાળ પાકતાં તત્ક્ષણ છૂટી જશે. જુઓ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com