________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૨ ]
[ ૨૯૫
છે. આ જીવત્વના કારણે દર્શન, જ્ઞાન આદિ ચૈતન્યસ્વરૂપ ભાવપ્રાણથી તું જીવી રહ્યો છે. આવા શક્તિવાન દ્રવ્યને તું પકડ. અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે; તેને પકડતાં નિર્વિકલ્પ વીતરાગદશા થાય છે અને એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ તારું જીવન છે.
વ્યવહાર સાધન છે અને તે કરતાં કરતાં આગળ વધાશે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ થશે એવી તારી માન્યતા મિથ્યા શલ્ય છે. ભાઈ! તું અનાદિથી આ મિથ્યા શલ્યમાં રોકાઈને સંસારમાં (ચાર ગતિમાં) રઝળતો થકો દુ:ખી થયો છે. માટે ગુલાંટ માર અને સાવધાન થા. વીતરાગ સર્વજ્ઞદેવની વાણીમાં એમ કહ્યું છે કે
અને
જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે
૧. વીતરાગદશા થાય છે, નિર્વિકલ્પદશા થાય છે
૨. સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે.
૩. સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. રાગમાં પ્રવૃત્તિ હતી તે છૂટીને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે.
૪. અતીન્દ્રિય સુખ અનુભવાય છે.
અહાહા...! આવી વાત આકરી લાગે એટલે જીવો આગમપદ્ધતિનો વ્યવહાર અનાદિથી કરે છે અને અધ્યાત્મપદ્ધતિના વ્યવહારની ઉપેક્ષા કરે છે. શુદ્ધ પરિણતિ, વીતરાગ પરિણતિ પ્રગટ થાય તે અધ્યાત્મપદ્ધતિનો વ્યવહાર છે અને તે પ્રગટ થાય ત્યારે જ જીવને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. આ જ માર્ગ છે.
*
*
"
*
હવેના ૨૦ કળશમાં નયપક્ષને વિશેષ વર્ણવે છે અને કહે છે કે આવા સમસ્ત નયપક્ષોને જે છોડે છે તે તત્ત્વવેદી (તત્ત્વનો જાણનાર ) સ્વરૂપને પામે છે.
કળશ ૭૦ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન
.
बद्ध જીવ કર્મથી બંધાયેલો છે ‘VT’ એવો એક નયનો પક્ષ છે અને ‘ન તથા જીવ કર્મથી બંધાયેલો નથી ‘પરફ્ય’ એવો બીજા નયનો પક્ષ છે; ‘કૃતિ’ આમ ‘વિતિ’ચિત્સ્વરૂપ જીવ વિષે ‘હ્રયો:' બે નયોના ‘ૌ પક્ષપાતૌ’ બે પક્ષપાત છે. ‘ય: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત: ' જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘તસ્ય ’ તેને ‘નિત્યં’ નિરંતર ‘વિક્’ ચિસ્વરૂપ જીવ ‘ વસ્તુ ચિંત્ વ અસ્તિ' ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે)
-
બહુ ઝીણી અને ઊંચી વાત છે પ્રભુ! પ્રથમ જ્ઞાનમાં એવો પક્ષપાત આવે છે કે વસ્તુ આ જ છે; પછી તે પક્ષપાતરૂપ વિકલ્પને મટાડીને જે અનુભવ થાય તે ધર્મ છે. આ આત્મધર્મની વાત છે. સ્તવનમાં આવે છે કે- હોંશીલા હોંશ ન કીજીએ ’–મતલબ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com