________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
મસાણમાં હાડકાંનો ફોસ્ફરસ ચમકે છે તેમ આ શરીરની સુંદરતા એ હાડ-ચામની ચમક છે. એ બધી બહારની ચીજના આકર્ષણમાં જે જીવ રોકાઈ ગયો છે તે મિથ્યાષ્ટિ છે. અને આ નયપક્ષના વિકલ્પમાં રોકાઈને એમાં જે અટકી ગયો છે તે પણ મિથ્યાષ્ટિ છે. નયપક્ષને જે અતિક્રમતો નથી તેને સમયસારની–ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી.
ભાઈ ! એકવાર શ્રદ્ધામાં હા તો પાડ કે આ આત્મા વિકલ્પરહિત વિજ્ઞાનઘન-સ્વભાવરૂપ વસ્તુ છે. તેની પ્રાપ્તિ થાય એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. કહ્યું ને કે
ય વ સમસ્તે વિકલ્પમતિમતિ સ વ સમયસારં વિન્દતિ' જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. આ આત્મા શુદ્ધ જ્ઞાયકસ્વભાવી પરમાત્મ-સ્વરૂપ છે. એને જે અંતરસન્મુખ થઈ જાણે અને અનુભવે તે આત્મજ્ઞાન અને આત્મદર્શન છે અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.
* ગાથા ૧૪૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
“જીવ કર્મથી “બંધાયો છે” તથા “નથી બંધાયો”—એ બન્ને નયપક્ષ છે. તેમાંથી કોઈએ બંધપક્ષ પકડ્યો, તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો કોઈએ અબંધપક્ષ પકડ્યો, તેણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો અને કોઈએ બન્ને પક્ષ પકડ્યા, તેણે પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું.'
જુઓ, જેને નયપક્ષ છે તે જ્ઞાનના અંશમાં રાગને ભેળવે છે. જ્ઞાનને જુદું પાડતો નથી. બંધ અને અબંધના પક્ષવાળો વિકલ્પનું જ ગ્રહણ કરે છે, તે આત્માને ગ્રહતો નથી. તેવી રીતે બંધ પણ છે અને અબંધ પણ છે-એમ બન્ને પક્ષને પકડે છે તે પણ વિકલ્પને જ ગ્રહણ કરે છે, પણ આત્માને ગ્રહતો નથી. આ પ્રમાણે નયપક્ષમાં જે રોકાયો છે તે આત્માના અનુભવને પ્રાપ્ત થતો નથી. હવે કહે છે
““પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે-રૂપ સમયસારને-શુદ્ધાત્માને-પામે છે. નયપક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નયપક્ષને છોડવાથી વીતરાગ સમયસાર થવાય છે.''
જુઓ, બ્રહ્મચારી ક્ષુલ્લક ધર્મદાસજી આત્મજ્ઞાની હતા. તેમણે “સમ્યજ્ઞાન દીપિકા' નામનું શાસ્ત્ર લખ્યું છે. તેમાં દષ્ટાંત આપ્યું છે કે-પૂર્વવાળો કહે કે પશ્ચિમમાં છે, પશ્ચિમવાળો કહે કે પૂર્વમાં છે, ઉત્તરવાળો કહે કે દક્ષિણમાં છે, દક્ષિણવાળો કહે કે ઉત્તરમાં છે. પરંતુ એ તો
જ્યાં છે ત્યાં જ છે. વળી ત્યાં જ (સમ્યજ્ઞાન દીપિકામાં) કહ્યું છે કે સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે, પુણ્ય કરે, કુશીલ સેવે-તેમાં સૂર્યને શું? તેમ ભગવાન આત્મા જ્ઞાનનો સૂર્ય છે. તેના પ્રકાશમાં કોઈ રાગાદિ વિકલ્પ આવી જાય તો જ્ઞાનને શું? જ્ઞાન તો રાગને જાણનારું છે. આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ છે. તે સ્વરૂપમાં રાગનું તો અડવું (સ્પર્શ) ય નથી. આશય એમ છે કે ભગવાન જ્ઞાયકસ્વભાવી ચૈતન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com