________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
બદ્ધત્કૃષ્ટ અને અબદ્ધસૃષ્ટના નયપક્ષને છોડ, પ્રભુ! અને અંતર્દ્રષ્ટિ કર. તે સર્વજ્ઞનો ધર્મ છે અને તે જ શરણ છે, આરાધ્ય છે. એ જ હવે કહે છે
‘તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે–અનુભવે છે.'
અહીં સમસ્ત નયપક્ષને છોડવાની વાત છે. ‘ભૂવત્વમસ્તિો હનુ સન્માવિકી નવવિ નીવો ’-ભૂતાર્થને આશ્રયે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે-એમ જે ગાથા ૧૧ માં કહ્યું છે ત્યાં નયપક્ષના વિકલ્પની વાત નથી. ત્યાં તો ભૂતાર્થ એટલે છતી શાશ્વત ચીજ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ ભગવાન આત્માને શુદ્ઘનય કઠેલ છે અને તેના આશ્રયે જે સ્વાનુભવ પ્રગટ થાય તેને સમ્યગ્દર્શન કહ્યું છે. જ્યારે અહીં તો હું આવો છું એવા નયપક્ષને છોડવાની વાત છે. આત્મા અબદ્વત્કૃષ્ટ છે એ તો સત્ય છે. અહીં અબદ્ધત્કૃષ્ટ આત્માને છોડવાની વાત નથી પણ ‘હું અબદ્ધત્કૃષ્ટ છું' એવો જે નયપક્ષનો વિકલ્પ છે તેને અહીં છોડવાનું કહે છે કેમકે જે સમસ્ત વિકલ્પને છોડે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે.
પ્રશ્ન:- અબદ્ધસૃષ્ટનો પક્ષ છોડ એમ કહ્યું તો શું અંદર ( અબદ્ધત્કૃષ્ટ સિવાયની ) કોઈ બીજી ચીજ છે?
ઉત્ત૨:- ના, એમ નથી. અંદર વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા અબદ્ધત્કૃષ્ટ જ છે. ભગવાને પણ આત્મા અબદ્ધસ્પષ્ટ જ જોયો છે. ભલે (વાણીમાં) તેનો વિસ્તાર વિશેષ ન થઈ શકે પણ વસ્તુ સામાન્ય જે છે તે એવી જ છે; અને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે. પણ ‘હું અબદ્ઘસ્પષ્ટ છું' એવો જે વિચાર છે તે નયપક્ષ છે. એ નયપક્ષને જે ઓળંગે છે તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, અને જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે ભગવાન સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે. નયપક્ષને જે અતિક્રમતો નથી તેને નિજ સ્વરૂપનો અનુભવ થતો નથી. અરે ભાઈ ! નયપક્ષના વિકલ્પને જે પોતાનું કર્તવ્ય માને છે તે મિથ્યાદષ્ટિ છે અને તેને આત્મા પ્રાપ્ત થતો નથી.
સર્વ વિકલ્પનું લક્ષ છોડી, અંદર શુદ્ધ અભેદ એકાકાર ચૈતન્યસ્વભાવી ભૃતાર્થ વસ્તુ છે તેની દષ્ટિ કરતાં આત્મા જેવો છે તેવો પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીત કે બીજો કોઈ ઉપાય નથી. વ્યવહારથી થાય કે ૫૨થી થાય એવું વસ્તુના સ્વરૂપમાં જ નથી. નિર્વિકલ્પ અનુભવથી આત્મા પ્રાપ્ત થાય એવો છે પણ વ્યવહારથી કે વિકલ્પથી પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી.
પ્રશ્ન:- તો શું વ્રત, તપ આદિ વ્યવહારની ક્રિયા કરીએ તે કાંઈ નહિ?
ઉત્ત૨:- હી,
તે કાંઈ નહિ. સમ્યગ્દર્શન વિના એ બધાં થોથેથોથાં છે. જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com