________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૩૯-૧૪૦ ]
[ ર૬૯
પુદ્ગલ પણ પરિણમાવે એમ નથી. જીવ અને પુદ્ગલ બંને મળીને પુદ્ગલના કર્મરૂપ પરિણામ થતા નથી પણ એકલું પુદ્ગલ જ પોતે સ્વતંત્રપણે કર્મપર્યાયપણે પરિણમે છે.
- ૨. જ્યારે જીવ પોતે રાગ-દ્વેષના પરિણામરૂપે પરિણમે છે ત્યારે જૂના પૌગલિક કર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. ત્યાં જીવ અને પદગલકર્મ બંને મળીને જીવને રા પરિણમાવે છે એમ નથી. જીવ એકલો જ પોતે પોતાથી સ્વતંત્રપણે રાગ-દ્વેષરૂપે પરિણમે છે. જૂનાં કર્મનો ઉદય તો ત્યારે નિમિત્તમાત્ર છે.
અહાહા...! કેટલી સ્પષ્ટ વાત છે! જીવ અને કર્મનો ઉદય બંને મળીને જીવના રાગ-દ્વેષ પરિણામ થાય છે એમ નથી. આત્મા સ્વયં પોતાથી વિકાર કરે છે; કર્મના નિમિત્તથી (કરાવેલો ) વિકાર થાય છે એમ નથી.
જાઓ, આ લાકડી ઊંચી થાય છે તે ક્રિયા છે. તે લાકડીથી (પરમાણુઓથી) સ્વતંત્ર થઈ છે. તે ક્રિયા લાકડીથી પણ થઈ છે અને આંગળીથી પણ થઈ છે-એમ બંને મળીને થઈ છે એમ નથી. તથા તે ક્રિયા લાકડીથી થઈ છે અને જીવથી થઈ છે એમ પણ નથી. ખૂબ ગંભીર વાત છે, ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે કે તેની એકેક સમયની પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે, બીજાથી નહિ. બીજાની પર્યાય બીજાથી છે, જીવથી નથી અને જીવની પર્યાય જીવથી છે બીજાથી નથી.
આ શેઠીયાઓને આવી વાતનો નિર્ણય કરવાની ફુરસદ કયાં છે? જેમ મોભને અનેક ખીલા લાગે તેમ બહારની મોટાઈમાં રોકાયેલા તે બિચારાઓને મમતાના અનેક ખીલા લાગ્યા છે. એ તત્ત્વનિર્ણય કયારે કરે? અહીં કહે છે-કર્મ છે તે અજીવતત્ત્વ છે, રાગાદિ ભાવ છે તે આસ્રવતત્ત્વ છે. બંને તત્ત્વો ભિન્ન છે. અજીવ અને આસ્રવ બંને મળીને જીવના આગ્નવપરિણામ થાય એમ છે જ નહિ. આ નવતત્ત્વની ભિન્નતા સમજાવી છે. અરે ભાઈ! એક તત્ત્વનો એક અંશ પણ બીજામાં મેળવવાથી તો નવ તત્ત્વનો નાશ થઈ જશે, નવતત્ત્વ ભિન્ન રહેશે નહિ. (અર્થાત્ મિથ્યાત્વ જ રહેશે) જડનો અંશ જીવને વિકાર કરાવે વા જીવનો અંશ જડનું કાંઈ કરે એમ ત્રણકાળમાં સંભવિત નથી.
જેને હજુ ભિન્ન તત્ત્વોનું જ્ઞાન નથી તેને પોતાના શુદ્ધ જ્ઞાયકભાવની દષ્ટિ ક્યાંથી થઈ શકે? અહા ! પર્યાયની સ્વતંત્રતાનું જેને જ્ઞાન નથી તેને પર્યાયની પાછળ આખું ત્રિકાળી ધ્રુવ દળ ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપે રહેલો છે તેની પ્રતીતિ કયાંથી થાય? ન થાય. નવ તત્ત્વની ભિન્નતા સમજી એક શુદ્ધ જ્ઞાયકની પ્રતીતિ-અનુભવ કરવાં તે સમ્યગ્દર્શન છે.
અહીં નિષ્કર્ષરૂપે એમ કહે છે કે “જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com