________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૩૦-૧૩૧ ]
[ ૨૫૧
આવ્યો છે; હું તો તેનો જાણનારમાત્ર જ્ઞાતા-દષ્ટા છું, હું તેનો કર્તા નથી. જુઓ, આ જ્ઞાનીની સ્વભાવદષ્ટિ !
જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. અજ્ઞાનીની દષ્ટિ રાગ ઉપર છે. તેથી અજ્ઞાનીને મિથ્યાત્વાદિ રાગમય-અજ્ઞાનમય ભાવો જ ઉત્પન્ન થાય છે. જ્યારે જ્ઞાનીની જ્ઞાનસ્વભાવ ઉપર દૃષ્ટિ છે, તેથી તેમને જ્ઞાનમય ભાવની જ સુષ્ટિ-ઉત્પત્તિ થાય છે. અલ્પ અસ્થિરતાનો જે રાગ થાય છે તેને જ્ઞાનમાં પરશય તરીકે જાણે છે. રાગ મારી ચીજ છે એમ રાગનું સ્વામિત્વ જ્ઞાની સ્વીકારતા નથી. તે રાગના જ્ઞાતા જ છે, કર્તા નથી.
લોકોને વ્યવહારની ક્રિયાનો પ્રેમ છે, પરંતુ ક્રિયાનો વિકલ્પ છે એ રાગ છે. દયા, દાન, વ્રત આદિ ક્રિયાના શુભ વિકલ્પ રાગ છે. રાગ છે તે ખરેખર હિંસા છે. પુરુષાર્થસિદ્ધયુપાયના ૪૪ મા છંદમાં અમૃતચંદ્રસ્વામીએ કહ્યું છે કે નિશ્ચયથી રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું એ અહિંસા છે અને રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું તે હિંસા છે. આ જૈન સિદ્ધાંતનો સાર છે.
ભાઈ ! પોડશકારણભાવનાનો રાગ તે ધર્મ નથી. તેના નિમિત્તે તીર્થંકરનામકર્મની પ્રકૃતિ બંધાય છે અને સમ્યગ્દષ્ટિને જ એવો શુભરાગ આવે છે તોપણ તે ધર્મ નથી. રાગ છે ને? તે રાગના જ્ઞાની કર્તા નથી, જ્ઞાતા છે. તથા રાગનો જેને પ્રેમ છે એવા અજ્ઞાનીની ભૂમિકામાં આવી જાતનો રાગ આવતો જ નથી અને તેને તીર્થંકરપ્રકૃતિ બંધાતી નથી.
શ્રેણિક મહારાજ આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે. માતાના ગર્ભમાં પધારશે ત્યારે ઇન્દ્રો અને દેવો મહોત્સવ ઉજવશે. માતાના ગર્ભમાં સવાનવ માસ રહે ત્યાં પણ સમ્યગ્દષ્ટિ રાગનો જ્ઞાતા-દષ્ટા છે, કર્તા નથી. અહાહા...જેના વડે જન્મ-મરણનો અંત આવે તે સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે, ભાઈ ! જેને આનંદનો નાથ અંદર જાગી ગયો છે તે ધર્મી જીવ નિરંતર જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવે જ્ઞાનભાવે પરિણમે છે, રાગભાવે નહિ. આવું જ સ્વરૂપ છે.
કળશ-ટીકામાં શ્લોક ૬૭ માં કહ્યું છે કે “સમ્યગ્દષ્ટિ જીવની અને મિથ્યાષ્ટિ જીવની ક્રિયા તો એકસરખી છે, ક્રિયાસંબંધી વિષય-કપાય પણ એકસરખા છે, પરંતુ દ્રવ્યનો પરિણમનભેદ છે. સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રતક્રિયારૂપ છે અથવા ભોગઅભિલાષરૂપ છે અથવા ચારિત્રમોહના ઉદયે ક્રોધ-માન-માયા-લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમકે જે કોઈ પરિણામ છે તે સંવર-નિર્જરાનું કારણ છે–એવો જ કોઈ દ્રવ્ય-પરિણમનનો વિશેષ છે.
મિથ્યાષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઈ મિથ્યાદષ્ટિના પરિણામ છે તે અનુભવરૂપ તો હોતા જ નથી; તેથી સૂત્ર-સિદ્ધાંતના પાઠરૂપ છે અથવા વ્રત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com