________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૩૦-૧૩૧ ]
[ ૨૪૯
કારણે થાય છે એમ અહીં કહે છે. પંડિત બનારસીદાસજીએ નિમિત્ત-ઉપાદાનના દોહામાં ખૂબ સરસ વાત કરી છે
“ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય.''
વળી “ “ ઉપાદાન બલ જહાં તહાં નહિ નિમિત્તકો દાવ.''
અહાહા..! આ દોહાઓમાં તો ગજબ વાત કરી છે.
ત્યારે વળી કોઈ પંડિત એમ કહે છે કે પરના કર્તા ન માને એ જૈન નથી. પરનો કર્તા માને એ જૈન છે.
અરે ભાઈ ! આ તું શું કહે છે? તને શું થયું છે પ્રભુ? જેને જૈનધર્મ એટલે મોક્ષમાર્ગ પ્રગટ થયો છે એવો જ્ઞાની પરનો કર્તા તો શું રાગનો પણ કર્તા થતો નથી. જ્ઞાની અને અજ્ઞાની કોઈ પરદ્રવ્યનું કાર્ય કરી શકતો નથી. કેમકે પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે અને સ્વતંત્રપણે પરિણમે છે. એમાં બીજો શું કરે? શું પર્યાય વિનાનું, કાર્ય વિનાનું કયારેય કોઈ દ્રવ્ય છે? પ્રતિસમય દ્રવ્ય સ્વયં પોતાનું કાર્ય કરે છે ત્યાં બીજો શું કરે ? અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાર્ય કરે એમ માને એ તો સ્થૂળ ભૂલ છે, મિથ્યાદર્શન છે. એનું ફળ ખૂબ આકરું આવશે ભાઈ !
પરમાત્મા કહે છે કે પરનો કર્તા તો કોઈ થઈ શકતો નથી અને રાગભાવનો જે કર્તા થાય તે અજ્ઞાની છે. અહીં કહે છે-અજ્ઞાનીને અજ્ઞાનમયભાવમાંથી નીપજેલા સર્વ ભાવ અજ્ઞાનમય હોય છે કેમકે તે અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતા નથી. અજ્ઞાની બે ને બે ચાર કહે તોપણ તેનું ખોટું છે કેમકે કારણકાર્યના સ્વરૂપમાં તેને ફેર છે, ભૂલ છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં (ચોથા અધિકારમાં) આવે છે કે અજ્ઞાનીને કારણવિપરીતતા, સ્વરૂપવિપરીતતા અને ભેદાભદવિપરીતતા હોય છે. અહો ! ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પંડિતપ્રવર ટોડરમલજીએ શું અજબ કામ કર્યું છે !
અરે! કોઈને આવી વાત ન બેસે અને તે ગમે તેમ કહે તો તેથી શું થાય? ભાઈ ! કોઈ પ્રત્યે દ્વેષ કરવો કે વિરોધ કરવો એ તો માર્ગ નથી. “સત્વેષુ મૈત્રી' સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ જ્ઞાનીને હોય છે. કોઈને આ વાત બેસે તોય તે સ્વતંત્ર છે અને કોઈને ન બેસે તોય તે સ્વતંત્ર
| યોગસારમાં આવે છે કે પાપને તો જગતમાં સૌ પાપ કહે છે; પણ પુણ્ય પણ ખરેખર પાપ છે એમ કોઈ વિરલા અનુભવી બુધપુરુષ જ કહે છે
““પાપતત્ત્વને પાપ તો કહે જગમાં સૌ કોઈ; પુણ્યતત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ.'' ૭૧. (યોગસાર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com