________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૩૦-૧૩૧ ]
સમયસાર : ગાથા ૧૩૦-૧૩૧ મથાળું
હવે આ અર્થને દષ્ટાંતથી દૃઢ કરે છે:
[ ૨૪૭
* ગાથા ૧૩૦-૧૩૧ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
જેવી રીતે પુદ્દગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય, અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન
થાય.
પુદ્દગલદ્રવ્ય સ્વયં એટલે પોતાની મેળે પરિણામસ્વભાવવાળું છે. જુઓ, આ દૃષ્ટાંત આપે છે. આ શરીર, મન, વાણી, આહાર, પાણી ઇત્યાદિ બધામાં સ્વયં પરિણામસ્વભાવ છે. અહાહા...! બદલવાનો તેનો સહજ સ્વભાવ તોપણ કારણ જેવું કાર્ય થાય છે. કારણ અને કાર્યની જાતિ એક હોય છે એમ કહે છે. સુવર્ણના પુદ્દગલોમાં સ્વયં બદલવાનો સ્વભાવ છે તોપણ સુવર્ણમાંથી સુવર્ણજાતિને નહિ ઓળંગતા એવા સુવર્ણમય કુંડળાદિ ભાવો જ થાય, સુવર્ણમાંથી લોઢાનાં કડાં આદિ ભાવો ન થાય. અને લોખંડમાંથી, તે ગમે તે ભાવે બદલે તોપણ, લોખંડજાતિને નહિ ઓળંગતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય, પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય. જુઓ, આ ન્યાય! કે સોનામાંથી લોઢું ન થાય અને લોઢામાંથી સોનું ન થાય. આ દષ્ટાંત આપ્યું હવે સિદ્ધાંત કહે છે–
‘તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને-કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને-અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીને-કે જે પોતે જ્ઞાનમય ભાવ તેને–જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય.
જીવનો સ્વયં-પોતાની મેળે જ પરિણમવાનો એટલે બદલવાનો સ્વભાવ છે. છતાં કારણ જેવાં જ કાર્યો થાય છે. ગાથા ૬૮ની ટીકામાં દાખલો આપ્યો છે કે જવપૂર્વક જે જવ થાય તે જવ જ હોય છે. અર્થાત્ જવમાંથી જવ જ થાય, ઘઉં વગેરે ન થાય અને ઘઉંમાંથી ઘઉં જ થાય, જવ વગેરે ન થાય. કારણ અને કાર્ય હમેશાં એક જાતિમય જ હોય છે એમ કહે છે.
અજ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માની દૃષ્ટિ નથી. એની દૃષ્ટિ શ૨ી૨, મન, વાણી, ઇન્દ્રિય, રાગ ઇત્યાદિ ૫૨ ઉપ૨ હોય છે. તેથી અજ્ઞાનીને સ્વયં અજ્ઞાનમય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com