________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૨૭ ]
[ ૨૩૯
જે રાગદ્વેષ થાય છે તે તેની પોતાની યોગ્યતાથી થાય છે. તે રાગદ્વેષ મારા ભાવ નથી એમ જ્ઞાની જાણે છે.
‘જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે ‘‘જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.'' આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીદ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે; તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.’
સમકિતીને સ્વપ૨નું ભેદજ્ઞાન વર્તે છે. તેને યથાપદવી રાગ આવે છે; પણ તેની દષ્ટિ એક શુદ્ધ જ્ઞાયક ઉપર છે. તે જાણે છે કે હું તો શુદ્ધ ચૈતન્યઉપયોગમય છું. તેથી તે જે રાગ આવે છે તેનો જ્ઞાતા રહે છે પણ કર્તા થતો નથી. ધર્મી જાણે છે કે જ્ઞાનમાત્ર શુદ્ઘ ઉપયોગ એ જ મારું સ્વરૂપ છે. રાગ-દ્વેષના ભાવ તો કર્મનો રસ છે, કર્મપુદ્દગલનો વિપાક છે. રાગદ્વેષ તે મારું સ્વરૂપ નથી. આ રીતે રાગદ્વેષમાં એકત્વ નહિ કરતો જ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે. તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૬૬ : શ્લોકાર્થ *
‘ જ્ઞાનિન: ત: જ્ઞાનમય: પુત્ત્વ ભાવ: ભવેત્' અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય ‘પુન: ’ અને ‘ અન્ય: ન’ અન્ય (અર્થાત્ અજ્ઞાનમય) ન હોય ? ‘ અજ્ઞાનિન: છુત: સર્વ: અયમ્ અજ્ઞાનમય:' વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને ‘અન્ય: 7' અન્ય (અર્થાત્ જ્ઞાનમય ) ન હોય ?
.
જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય છે અને અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય છે? આવો શિષ્યનો પ્રશ્ન છે. તેના ઉત્તરરૂપ હવે ગાથાઓ કહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com