________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૨૭ ]
[ ૨૩૭
સ્વપરના ભેદવિજ્ઞાનને લીધે જ્ઞાની પોતાના ચૈતન્યસ્વભાવમાં સ્થિત છે. ધર્મી રાગમાં સ્થિત નથી. પુણ-પાપના જે ભાવ આવે છે તે પર છે, ભિન્ન છે એમ જ્ઞાની જાણે છે. ધર્મી પોતાના ચિદાનંદરસમાં, શાંતરસમાં સ્થિત હોવાથી રાગ મારો છે એવો અહંકાર એમને નિવૃત્ત થયો છે, છૂટી ગયો છે. લક્ષ્મી મારી, મકાન મારાં, બૈરાં-છોકરાં મારાં-એ તો કયાંય રહી ગયું. અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે શુભરાગ આવે છે તે મારો છે એવો અહંકાર જ્ઞાનીને નિવૃત્ત થઈ ગયો છે. પોતાના શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્મામાં અહં સ્થાપિત થતાં રાગ મારો છે એવો અહંકાર જ્ઞાનીને છૂટી ગયો છે.
ભલે રાગની પ્રવૃત્તિ ન છૂટે પણ શ્રદ્ધામાં રાગનો અહંકાર છૂટી જવો જોઈએ. વ્યવહારના રાગની પ્રવૃત્તિના પરિણામ જ્ઞાનીને પણ હોય છે; પણ એ વ્યવહારનો રાગ મારો છે એવો અહંકાર જ્ઞાનીને છૂટી ગયેલો હોય છે. આવી વાત! લોકોને એકાન્ત છે, વ્યવહારનો લોપ કરે છે એમ લાગે છે, પણ વાત તો આ જ પરમ સત્ય છે. ભાઈ ! વ્યવહારની જેટલી રાગની ક્રિયા થાય તે મારી છે એમ જે માને તે મિથ્યાષ્ટિ અજ્ઞાની જીવ છે. શરીર મારું, શરીરની ક્રિયા મારી, કર્મ મારાં એમ માને એ સ્થૂળ મિથ્યાત્વ છે. તથા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગની ક્રિયા મારી એમ માને તે પણ મિથ્યાત્વ છે.
પ્રશ્ન- અનાસક્તિભાવે કર્મ કરીએ એમાં કોઈ દોષ નથી ને?
ઉત્તર:- અરે ભાઈ ! કર્મ કરીએ એવો જે અભિપ્રાય છે તે જ આસક્તિ અને મિથ્યાત્વભાવ છે. કર્મ કરવું અને અનાસક્તિભાવે કરવું એ વાત જ ખોટી છે. કર્મ કરવું-એવા અભિપ્રાયમાં અનાસક્તિ હોઈ શકે જ નહિ.
જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે પણ રાગ મારો છે એવો અહંકાર એમને નિવૃત્ત થઈ ગયો છે. રાગ મારું કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ–ધણીપણું છૂટી ગયું છે. અહા! હું તો શુદ્ધ ચૈતન્યમય આનંદકંદ પ્રભુ છું; એના લક્ષ જે વીતરાગી પર્યાય પાકે તે મારું કર્તવ્ય છે એમ જ્ઞાની જાણે છે. જ્ઞાની રાગથી લંગડો ( ભિન્ન) થઈ ગયો હોય છે.
પર એવા રાગ-દ્વેષથી ભિન્નપણાના કારણે નિજરથી જ અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી અર્થાત રાગ અને દ્વેષનો કર્તા થતો નથી. સમકિતી ચક્રવર્તી બહારથી છ ખંડના રાજ્યને સાધતા દેખાય પણ ખરેખર તે અંતરમાં અખંડને સાધતા હોય છે. અભિપ્રાયમાં તેમને રાગનું એકત્વ છૂટી ગયું છે. જે રાગાદિ થાય તેને કેવળ જાણે જ છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ !
આવી વાત સાંભળવાય ન મળે તે કે દિ સમજણ કરશે ? બાપુ! આ મનુષ્યપણાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com