________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
(માર્યા) ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः। अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः।। ६६ ।।
ભાવાર્થ:- આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે “આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તેજ મારું સ્વરૂપ છે-તેજ હું છું.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીણી કરે છે; તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.
જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે “જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીઢષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ કહે છે; તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છે –
શ્લોકાર્થ- [ જ્ઞાનિન: ઉત: જ્ઞાનમય: gવ ભાવ: ભવેત્ ] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય [ પુન:] અને [ સન્ય: ન] અન્ય (અર્થાત અજ્ઞાનમય) ન હોય? [ અજ્ઞાનિન: જીત: સર્વ: મયમ્ જ્ઞાનમય:] વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને [બન્ય: ન] અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય ? ૬૬.
સમયસાર : ગાથા ૧૨૭ જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છે:
* ગાથા ૧૨૭: ટીકા ઉપરનું પ્રવચન * “અજ્ઞાનીને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મ-સ્વરૂપમાંથી) ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્યો છે એવો પોતે ““આ હું ખરેખર રાગી છું, હૃષી છું ( અર્થાત્ હું રાગ કરું છું, વૈષ કરું છું )'' એમ (માનતો થકો) રાગી અને હૃષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગ-દ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.”
સૂક્ષ્મ વાત છે પ્રભુ! અનંતકાળમાં એણે (જીવ) નિર્મળ ભેદજ્ઞાન કર્યું નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com