________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
થાય
અહીં કહે છે કે જ્ઞાનીને તો જ્ઞાનમય પરિણામ છે. ભગવાનની ભક્તિના જે પરિણામ શાસ્ત્ર-સ્વાધ્યાયના-શાસ્ત્ર વાંચવા-સાંભળવાના જે વિકલ્પ ઊઠે તે જ્ઞાનીના પરિણામ નથી. ઝીંણી વાત છે પ્રભુ! ધર્મીના તો ધર્મ-પરિણામ જ હોય છે. વીતરાગી શાંતિ અને ( અતીન્દ્રિય ) જ્ઞાન અને આનંદના પરિણામ જે થાય તે જ્ઞાનીનું કાર્ય છે અને તે પરિણામનો જ્ઞાની કર્તા છે.
આ પુસ્તક બનાવવાં, વેચવાં ઇત્યાદિ બધી જડની-૫૨ની પર્યાય છે. એ પરની પર્યાય તો જે થવાની હોય તે તેનાથી પોતાથી થાય છે. એ ૫૨નું કાર્ય તો આત્મા કરતો નથી, પરંતુ જ્ઞાનીને જે તત્ત્વપ્રચારનો, બાહ્ય પ્રભાવનાનો વિકલ્પ આવે છે તે વિકલ્પનો પણ જ્ઞાની કર્તા નથી. (કેમકે વિકલ્પ-રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે અને જ્ઞાનીને તો જ્ઞાનમય જ ભાવ હોય
છે ).
સંપ્રદાયમાં તો આખી લાઈન અવળે પાટે છે. મૂળ સત્ય શું છે તેને શોધવાની કોને દરકાર છે? બસ જેમાં (જે સંપ્રદાયમાં) પડયા તે વાત જ સાચી છે એમ માનીને બેસી જાય છે. પણ એનું ફળ બહુ દુઃખરૂપ આવશે ભાઈ! અહીં કહે છે કે ધર્મી જીવ પરની પર્યાયનો તો કર્તા નથી પણ તત્સંબંધી જે રાગ થાય છે તે રાગનો પણ કર્તા નથી. ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી વસ્તુ છે, તેથી તે સર્વને જાણે એવું તેનું સ્વરૂપ છે, પણ સર્વને કરે એવું તેનું સ્વરૂપ નથી. પોતાના સર્વજ્ઞસ્વભાવી શુદ્ધ આત્માની જેને દૃષ્ટિ થઈ છે એવો ધર્મી જીવ સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયનો કર્તા છે પણ ૫૨નો અને રાગનો કર્તા નથી કેમકે ૫૨ને અને રાગને કરે એવો આત્માનો સ્વભાવ નથી.
૫૨માણુ અને આત્મા જેમ અનાદિના ધ્રુવ છે તેમ તેમાં પરિણમન પણ અનાદિનું છે. વસ્તુનો પરિણમનસ્વભાવ છે ને તેથી તેમાં પરિણમન અનાદિનું છે. અહીં કહે છે કે જ્ઞાનીનું વર્તમાન પરિણમન ( સમ્યક્) જ્ઞાન અને શ્રદ્ધાનરૂપ છે અને તે જ્ઞાનમય પરિણમન છે. સમ્યગ્દર્શન થતાં ધર્મીને એવો નિશ્ચય થયો છે કે હું અખંડ એકરૂપ ચિદાનંદઘનસ્વરૂપ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છું. અહાહા...! ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વરૂપના લક્ષે ધર્મીને જ્ઞાનમય, શ્રદ્ધામય, શાંતિમય, સ્વચ્છતામય, પ્રભુતામય, વીતરાગતામય પરિણમન થાય છે. જેવો આત્મા પોતે વીતરાગસ્વરૂપ છે તેવું તેની પર્યાયમાં વીતરાગતાનું પરિણમન થાય છે અને એ જ ધર્મીનું સાચું પરિણમન છે.
પ્રશ્ન:- નિશ્ચય સમ્યગ્દર્શન છે તે સરાગ સમ્યગ્દર્શન છે કે કેમ ?
ઉત્ત૨:- ના, એમ નથી. જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ આત્મા છે, તેથી સ્વરૂપના લક્ષે ચોથા ગુણસ્થાને જે સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે તે પણ વીતરાગરૂપ જ છે. કહ્યું છે ને
કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com