________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૨૬
तथाहि
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स। णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स।। १२६ ।।
यं करोति भावमात्मा कर्ता स भवति तस्य कर्मणः। ज्ञानिनः स ज्ञानमयोऽज्ञानमयोऽज्ञानिनः।। १२६ ।।
જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છે:
જે ભાવને આત્મા કરે, કર્તા બને તે કર્મનો; તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬.
ગાથાર્થ:- [ માત્મા] આત્મા [ ૬ ભાવન્] જે ભાવને [ રોતિ] કરે છે [તસ્ય વર્મળ:] તે ભાવરૂપ કર્મનો [ 1: ] તે [ ર્તા ] કર્તા [ ભવતિ] થાય છે; [ જ્ઞાનિનઃ] જ્ઞાનીને તો [ સ:] તે ભાવ [ જ્ઞાનમય:] જ્ઞાનમય છે અને [ જ્ઞાનિન:] અજ્ઞાનીને [અજ્ઞાનમય:] અજ્ઞાનમય છે.
ટીકાઃ- આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે (અર્થાત તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે). તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરના વિવેક વડે (સર્વ પરદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.
ભાવાર્થ- જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે.
સમયસાર ગાથા ૧૨૬: મથાળું
જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com