________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
જીવ અનાદિથી ધ્રુવપણે રહીને પરિણમે છે. તેનો પરિણમનસ્વભાવ અનાદિનો છે. પર્યાયમાં પલટવું–બદલવું એ પોતાનો સ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધ-માન-માયાલોભમાં જાય છે ત્યારે તે-રૂપે પોતે પરિણમે છે. કોઈ કર્મ કે બીજી ચીજ તેને ક્રોધાદિરૂપે પરિણમાવે છે એમ છે નહિ. પોતાનો જાણન-દેખન જે ઉપયોગ તે ક્રોધાદિરૂપ પરિણમે છે ત્યારે પોતે જ ક્રોધાદિરૂપ થાય છે.
જીવનો પરિણમનસ્વભાવ હોવાથી તે વિકારરૂપે પરિણમે છે. તે પરિણામ તેનું કાર્ય છે અને જીવ તેનો કર્તા છે. ૫૨નું કાર્ય તો જીવ કિંચિત્ કરી શક્તો નથી. શરીરનું હાલવું-ચાલવું, ખાવું-પીવું, બોલવું ઇત્યાદિ ક્રિયા આત્મા કરી શક્તો નથી. હું શરીરનાં કામ કરું, દેશનીસમાજની સેવા કરું, પરની દયા પાળું, પ૨ને મદદ કરું ઇત્યાદિ અજ્ઞાની જીવ માને છે પણ તે તેનું મિથ્યા અભિમાન છે.
મિથ્યાદષ્ટિ જીવ પોતાના પરિણામમાં જે ક્રોધ-માન-માયા-લોભ અને મિથ્યાત્વના ભાવ કરે છે તે ભાવનો તે પોતે કર્તા છે. તે ભાવોનો કર્તા જડકર્મ નથી. પોતાના પરિણામ સિવાય શરીર, મન, વાણી, કુટુંબ-કબીલા, ધંધો-વેપાર-ઉદ્યોગ ઇત્યાદિ એ બધાની પર્યાય આત્મા ત્રણકાળમાં કરી શક્તો નથી. તથાપિ એ બધાં પરનાં કાર્ય હું કરું છું એમ મિથ્યા અભિમાન કરીને પોતે મિથ્યાત્વાદિ ભાવે પરિણમે છે. કોઈ દર્શન-મોહનીય આદિ કર્મ તેને મિથ્યાત્વાદિરૂપે પરિણમાવે છે એમ છે નહિ; ક્રોધાદિરૂપે પરિણમતાં પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.
*
*
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
*
* કળશ ૬૫ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘કૃત્તિ' આ રીતે ‘નીવસ્ય' જીવની ‘સ્વમાવભૂતા પરિણામશક્ત્તિ: ' સ્વભાવભૂત
પરિણામશક્તિ ‘નિરન્તરાયા સ્થિતા' નિર્વિઘ્ન સિદ્ધ થઈ.
જીવમાં પરિણમન થાય એવી સ્વભાવભૂત શક્તિ છે. કોઈ પ૨ પરિણમાવે તો પરિણમે એવી જગતમાં કોઈ ચીજ નથી. અહાહા...! સ્વભાવભૂત પરિણમનશક્તિ ‘નિરન્તરાયા સ્થિતા ’–નિર્વિઘ્ન સિદ્ધ થઈ. મતલબ કે જીવની પરિણમનશક્તિ કોઈ અન્યથી બાધિત નથી તથા તે કોઈ અન્યની સહાયની અપેક્ષા રાખતી નથી. કોઇ વિધ કરે તો પરિણમન રોકાઇ જાય વા કોઇ સહાય કરે તો પરિણમન થાય એમ છે નહિ. એકલો આત્મા સ્વયં નિરંતરાય પરિણમે છે. હવે કહે છે
એમ સિદ્ધ થતાં, ‘સ: સ્વચ યં ભાવું જોતિ' જીવ પોતાના જે ભાવને કરે છે ‘તસ્ય વ સ: ર્તા ભવેત્’ તેનો તે કર્તા થાય છે.
સ્વયં પરિણમતો જીવ પોતે જે પરિણામને કરે છે તે પરિણામનો તે કર્તા થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com