________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૧૬ થી ૧૨૦ ]
[ ૨૦૭
પરમાણુઓ સ્વયં પોતાની સહજ પરિણમનની શક્તિથી આગમના અક્ષરરૂપે કોતરાઈ ગયા છે. આગમના અક્ષરરૂપ પરિણમનની ક્રિયા મશીનથી કે કારીગરથી થઈ છે એમ છે નહિ. અહીં કહે છે કે ૫૨માણુમાં જો અક્ષરૂપે પરિણમવાની નિજ શક્તિ ન હોય તો બીજો તેને પરિણમાવી શકે નહિ, અને જો પોતાની સહજ પરિણમનશક્તિથી પરમાણુ અક્ષરરૂપે પરિણમ્યા છે તો તેમાં કોઈ અન્યની અપેક્ષા રહેતી નથી. જૈન પરમેશ્વરનો વીતરાગ-માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ !
અજ્ઞાની જ્યાં-ત્યાં કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે. હું કેવો હોશિયાર છું! જગતના પદાર્થોની સરસ વ્યવસ્થા હું કરી શકું છું. આવું બધું ભ્રમથી અજ્ઞાની માને છે. અરે ભાઈ ! જડની અવસ્થા અને વ્યવસ્થા સ્વયં જડથી પોતાથી થાય એવી સહજ પરિણમનશક્તિ જડમાં રહેલી છે. તેનો તું કર્તા નથી. જડની વ્યવસ્થાની અવસ્થા જે થવા યોગ્ય હોય તે સ્વયં તેનાથી થાય ત્યાં તું શું કરી શકે ? તારા વિકલ્પની એમાં કયાં અપેક્ષા છે? તારી ઇચ્છાને લઈને જડમાં પરિણમન થાય એમ છે જ નહિ. આ આગમમંદિરને જોઈને કોઈ એમ કહે કે આ કોઈ ભારે નિષ્ણાત ઇજને૨નું કામ છે તો તે યથાર્થ નથી. અરે ભાઈ! આ આગમમંદિરની જે રચના થઈ તે ૫૨માણુની સહજ પરિણમનશક્તિથી સ્વતંત્ર તેનાથી થઈ છે, ઇજનેરથી, કડિયાથી કે અન્ય કોઈથી થઈ છે એમ છે નહિ. ગજબ વાત છે!
ઉજ્જૈનમાં અઢી કરોડનો સંચો (મશીન ) વિનોદ મિલમાં છે. તેમાં રૂ નાખે તો કપડું બનીને બહાર આવે છે. તે રૂમાંથી જે કાપડ બને છે તે તેની પરિણમનશક્તિથી તેનાથી પોતાથી બને છે, મશીનને લઈને કે કોઈ અન્યથી તે કાર્ય થાય છે એમ છે નહિ. અરે! જૈનમાં રહીને આવા તત્ત્વની ખબર ન હોય એ તો બિચારા ભ્રમમાં પડેલા છે! જૈન તો એને કહીએ કે જે એમ માને કે-જડની અનંત પરમાણુની (પ્રત્યેકની ) જે પર્યાય જે કાળે જે થવાની હોય તે એનાથી થાય, મારાથી નહિ; અને જે રાગાદિ વિકારી ભાવ થાય તે પણ મારી ચીજ નહિ; હું તો એકમાત્ર જ્ઞાતાદષ્ટા છું. અહાહા...! આવું જે અંતરંગમાં માને તે જૈન છે બાકી બધા અજૈન
છે.
અહીં કહે છે-પ્રથમ, સ્વયં અપરિણમતાને ૫૨ વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને ૫૨ ( અન્ય ) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ ૫૨ની અપેક્ષા રાખતી નથી. (પરની અપેક્ષા રાખે તો વસ્તુ પરાધીન થઈ જાય). આ રીતે બન્ને પક્ષ અસત્ય છે. તેથી પુદ્દગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો એમ સિદ્ધાંત છે.
વસ્તુમાં સમય-સમયની જે પર્યાય થાય તે પોતાથી થાય છે; તેને પરની અપેક્ષા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com