________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૧૩ થી ૧૧૫ ]
[ ૧૯૫
આ જગતમાં [ : ] જે [ નીવડ] જીવ છે [સ: પત્ત તુ] તે જ [ નિયમત:] નિયમથી [ તથા] તેવી જ રીતે [ નીવડ] અજીવ કર્યો; (બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો; ) [ પ્રત્યયનોર્મવર્માન્] પ્રત્યય, નોકર્મ અને કર્મના [ક્યત્વે] એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ [ નયન રોષ:] આ જ દોષ આવે છે. [ 3 ] હવે જો (આ દોષના ભયથી) [ તે ] તારા મતમાં [bોધ:] ક્રોધ [ સન્ય:] અન્ય છે અને [૩૫યો ત્મિ:]. ઉપયોગસ્વરૂપ [ રેતયિતા] આત્મા [અન્ય:] અન્ય [ભવતિ] છે, તો [પથી દ્રોધ:] જેમ ક્રોધ [તથા] તેમ [ પ્રત્યય:] પ્રત્યયો [*] કર્મ અને [નોર્મ ] નોકર્મ પણ [બન્યત] આત્માથી અન્ય જ છે.
ટીકાઃ- જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, તો ચિકૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે, –એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે. હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય જ છે કારણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી.
ભાવાર્થ- મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આમ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.
સમયસાર ગાથા ૧૧૩ થી ૧૧૫ : મથાળું વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છે:
* ગાથા ૧૧૩ થી ૧૧૫ : ટીકા ઉપરનું પ્રવચન * “જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, તો ચિટૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે એ રીતે અન્યદ્રવ્યનો લોપ થાય.'
૧. પ્રતિપત્તિ = પ્રતીતિ; પ્રતિપાદન. ૨. ચિદ્રુપ = જીવ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com