________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૯ થી ૧૧૨ ]
[ ૧૮૧
મિથ્યાષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્યા છે. હવે, જેઓ પુદગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું? (કાંઈ જ નહિ.) અહીં આ તર્ક છે કે “પુદગલમય મિથ્યાત્વાદિને વેદતો (ભોગવતો) જીવ પોતે જ મિથ્યાષ્ટિ થઈને પુદગલકર્મને કરે છે”. (તેનું સમાધાનઃ-) આ તકે ખરેખર અવિવેક છે, કારણ કે ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા નિશ્ચયથી પુદગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા પણ નથી. તો પછી પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય? માટે એમ ફલિત થયું કે જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષપ્રત્યયો કે જેઓ “ગુણ' શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુલકર્મોનો અકર્તા છે, “ગુણો” જ તેમના કર્તા છે; અને તે “ગુણો” તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.
ભાવાર્થ:- શાસ્ત્રમાં પ્રત્યયોને બંધના કર્તા કહેવામાં આવ્યા છે. ગુણસ્થાનો પણ વિશેષ પ્રત્યયો જ છે તેથી એ ગુણસ્થાનો બંધના કર્તા છે અર્થાત્ પુદ્ગલકર્મના કર્તા છે. વળી મિથ્યાત્વાદિ સામાન્ય પ્રત્યયો કે ગુણસ્થાનરૂપ વિશેષ પ્રત્યયો અચેતન પુદ્ગલદ્રવ્યમય જ છે, તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલ દ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા (-કરનારું) છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.
*
હવે આગળની ગાથાની સૂચનિકારૂપ કાવ્ય કહે છે:
* કળશ ૬૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
યતિ પુત્તિવર્ષ નીવ: ર વ રોતિ' જો પુદ્ગલકર્મને જીવ કરતો નથી “તર્દિ' તો તત્ : તે' તેને કોણ કરે છે? “રુતિ મિશયી થવ' એવી આશંકા કરીને, –આશંકા કરીને એટલે આપે જે કહ્યું તે સત્ય ન હોય એમ શંકા કરીને નહિ, પણ સમજમાં ન બેસતા આ કેવી રીતે છે એમ યથાર્થ સમજવાની જિજ્ઞાસા કરીને- ‘તર્દિ' હવે “તીવ્ર-૨-મોહેંનિવર્ડ ' તીવ્ર વેગવાળા મોહનો (કર્તાકર્મપણાના અજ્ઞાનનો) નાશ કરવા માટે, પુનિવર્મવેરૂં સદીત્યંતે' પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે કહીએ છીએ; “પુત' તે હે જ્ઞાનના ઇચ્છુક પુરુષો! તમે સાંભળો. અહાહા...! દ્રવ્ય તો શુદ્ધ છે; તે કર્મનો કર્તા નથી. તો કર્મનો કર્તા કોણ છે તે મિથ્યાત્વના નાશ માટે કહીએ છીએ તો હે જિજ્ઞાસુ પુરુષો! સાંભળો એમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com