________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
આત્માને જડકર્મ સાથે પરિણામી પરિણામ સંબંધ નથી, કર્તાકર્મસંબંધ નથી. જડકર્મની પર્યાયનો આત્મા કર્તા નથી તો બહારનાં જે વેપારાદિ કામ થાય-જેમ કે માલ લીધોદીધો, પૈસા લીધાદીધા ઇત્યાદિ–તેનો કર્તા આત્મા કેમ હોય ? ત્રણકાળમાં નથી. બહારના પદાર્થોની ક્રિયા તે વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક એમ છે નહિ. અરે ભાઈ! વિશ્વનો પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. પોતપોતાના પરિણામનો તે તે દ્રવ્ય કર્તા છે; બીજો તેનો કર્તા થાય એમ ત્રણકાળમાં બનતું નથી. કુંભાર ઘટરૂપી કાર્યનો કર્તા નથી તેમ આત્મા જડકર્મની પર્યાયનો કર્તા નથી.
જડકર્મનો બંધ થાય તેના ચાર પ્રકાર છે; પરમાણુની સંખ્યા તેનું નામ પ્રદેશબંધ, તેનો સ્વભાવ તે પ્રકૃતિ બંધ, અમુક કાળની મુદત પડે તે સ્થિતિબંધ, અને ફળદાનશક્તિ તે અનુભાગબંધ. આ ચારેય અવસ્થાના તે તે પરમાણુ કર્તા છે, આત્મા તેનો કર્તા નથી. ચારેય પ્રકારે જે કર્મબંધનની અવસ્થા થાય તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. તે કર્મબંધની અવસ્થાને તે સમયે પરમાણુ પહોંચી વળે છે, તેને બીજો (જીવ) પહોંચતો નથી. માટે તે પરમાણુનું પ્રાપ્ય કર્મ
છે.
આ રોટલી થઈ તે કાર્ય છે. તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. રોટલીના પરમાણુ તે નિયત પર્યાયને પહોંચીને પ્રાપ્ત કરે છે, રસોઈ કરનારી બાઈ તેને પહોંચીને પ્રાપ્ત કરતી નથી. બાઈએ રોટલી કરી એ તો બોલવામાત્ર કથન છે, વસ્તુસ્વરૂપ નથી. તેમ જડકર્મ જે સમયે બંધાય તે બંધની અવસ્થા તે કર્મના પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. તેને તે પરમાણુ પ્રાપ્ત કરે છે, આત્મા તેને પ્રાપ્ત કરતો નથી.
આ પરમાગમ મંદિરની રચના થઈ તે કાર્ય છે. તે પુગલ પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. મંદિર સ્થિત પુદ્ગલદ્રવ્યના પરમાણુઓએ તે નિયત પર્યાયને પહોંચીને પ્રાપ્ત કરી છે. કારીગર કે અન્ય કોઈએ તે અવસ્થાને પહોંચીને પ્રાપ્ત કરી નથી. તેથી મંદિરની રચના તે યુગલપરમાણુનું કાર્ય છે, અન્ય કોઈનું તે કાર્ય નથી. આ લાદીના પથરા ઊંચા, નીચા થયા અને ગોઠવાઈ ગયા એ બધું જડનું પુદ્ગલનું કાર્ય છે. પુદ્ગલદ્રવ્ય તેને પહોંચી વળ્યું છે માટે તે પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે; તે આત્માનું કાર્ય નથી. ગજબ વાત છે!
પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે કર્મની વાત સમયસારની ગાથા ૭૬, ૭૭, ૭૮ અને ૭૯ માં આવી ગઈ છે. તે વાત અહીં આ ૧૦૭ મી ગાથામાં કરી છે. પ્રવચનસાર ગાથા પર માં પણ આ શબ્દ આવે છે.
આ અક્ષર “ વીતરાગાય નમ:' લખાય તે કાર્ય છે. તે પરમાણુનું પ્રાપ્ય કર્મ છે. પરમાણમાં તે સમયે તે અક્ષરો લખવારૂપ કાર્ય થવા યોગ્ય છે તે થાય છે અને તેને તે તે પરમાણુ પ્રાપ્ત કરે છે તેથી તેને પ્રાપ્ય કર્મ કહે છે. વળી પરમાણુની પૂર્વની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com