________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦૬
कथमिति चेत्
जोधेहिं कदे जुद्धे राएण कदं ति जंपदे लोगो। ववहारेण तह कदं णाणावरणादि जीवेण।।१०६ ।।
योधैः कृते युद्धे राज्ञा कृतमिति जल्पते लोकः। व्यवहारेण तथा कृतं ज्ञानावरणादि जीवेन।। १०६ ।।
હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દષ્ટાંતથી કહે છે:
યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે, એમ જ કર્યો વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬.
એમ ,
ગાથાર્થઃ- [ યોધ: ] યોદ્ધાઓ વડે [ યુદ્ધ તે] યુદ્ધ કરવામાં આવતાં, “[ રાજ્ઞા કૃતમ્] રાજાએ યુદ્ધ કર્યું' [ તિ] એમ [ નો:] લોક [ તે] (વ્યવહારથી) કહે છે [તથા] તેવી રીતે “[ જ્ઞાનાવરદ્રિ] જ્ઞાનાવરણાદિ કર્મ [ નીવેન નં] જીવે કર્યું ? [ વ્યવારેT] એમ વ્યવહારથી કહેવાય છે.
ટીકાઃ- જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં, યુદ્ધપરિણામે પોતે નહિ પરિણમતા એવા રાજા વિષે “રાજાએ યુદ્ધ કર્યું” એવો ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે પરિણમતા એવા પુદ્ગલ દ્રવ્ય વડે જ્ઞાનાવરણાદિ કર્મ કરવામાં આવતાં, જ્ઞાનાવરણાદિકર્મપરિણામે પોતે નહિ પરિણમતા એવા આત્મા વિષે “આત્માએ જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું' એવો ઉપચાર છે, પરમાર્થ નથી.
ભાવાર્થ:- યોદ્ધાઓએ યુદ્ધ કર્યું હોવા છતાં “રાજાએ યુદ્ધ કર્યું' એમ ઉપચારથી કહેવાય છે તેમ પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મ કર્યું હોવા છતાં “જીવે કર્મ કર્યું' એમ ઉપચારથી કહેવાય
સમયસાર ગાથા ૧૦૬ : મથાળું હવે, એ ઉપચાર કઈ રીતે છે તે દષ્ટાંતથી કહે છે:
* ગાથા ૧૦૬ : ટીકા ઉપરનું પ્રવચન * “જેમ યુદ્ધપરિણામે પોતે પરિણમતા એવા યોદ્ધાઓ વડે યુદ્ધ કરવામાં આવતાં,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com