________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦૫
अतोऽन्यस्तूपचार:
जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणाम। जीवेण कदं कम्मं भण्णदि उवयारमेत्तेण।। १०५ ।।
जीवे हेतुभूते बन्धस्य तु दृष्ट्वा परिणामम्। जीवेन कृतं कर्म भण्यते उपचारमात्रेण।। १०५ ।।
માટે આ સિવાય બીજો-એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છે:
જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું, ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫.
ગાથાર્થ:- [ નીવે ] જીવ [ દેતુભૂતે] નિમિત્તભૂત્ત બનતાં [વશ્વસ્ય તુ] કર્મ બંધનું [ પરિણામ] પરિણામ થતું [૮ ] દેખીને, “[ નીવેન] જીવે [વર્ષ વૃd] કર્મ કર્યું એમ [ ૩૫રમાત્રેગ ] ઉપચારમાત્રથી [ભળ્યતે] કહેવાય છે.
ટીકાઃ- આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતાં, પૌગલિક કર્મ ઉત્પન્ન થાય છે, તેથી “પૌગલિક કર્મ આત્માએ કર્યું' એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવથી, ભ્રષ્ટ, વિકલ્પપરાયણ અજ્ઞાનીઓનો વિકલ્પ છે; તે વિકલ્પ ઉપચાર જ છે, પરમાર્થ નથી.
ભાવાર્થ- કદાચિત થતા નિમિત્તનૈમિત્તિકભાવમાં કર્તાકર્મભાવ કહેવો તે ઉપચાર છે.
સમયસાર ગાથા : ૧૦૫ મથાળું માટે આ સિવાય બીજો એટલે કે આત્માને પુદ્ગલકર્મોનો કર્તા કહેવો તે-ઉપચાર છે, એમ હવે કહે છે:
* ગાથા ૧૦૫ : ટીકા ઉપરનું પ્રવચન *
આ લોકમાં ખરેખર આત્મા સ્વભાવથી પૌગલિક કર્મને નિમિત્તભૂત નહિ હોવા છતાં પણ, અનાદિ અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તરૂપ થતા એવા અજ્ઞાનભાવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com