________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
કરે ? તારી પર્યાયને કોઇ બીજો કરી દે અને બજાની પર્યાયને તું કરી દે એ ત્રણકાળમાં સંભવિત નથી.
જુઓ, આ પાણી ઉનું થાય છે તે પાણીના પરમાણુથી પોતાથી થાય છે; અગ્નિથી નહિ.
પ્રશ્ન:- પાણી અગ્નિથી ઉનું થતું દેખાય છે ને?
ઉત્તર:- અરે ભાઈ ! તું સંયોગથી દેખે છે, પણ વસ્તુના (પરિણમનશીલ) સ્વભાવને જોતો નથી. સ્વભાવથી જોનાર જ્ઞાનીને તો પાણીની શીત અને ઉષ્ણ અવસ્થાઓમાં પાણીના પરમાણુઓ વર્તી રહેલા દેખાય છે, અગ્નિ નહિ. અગ્નિ પાણીમાં પડી જ નથી. અજબ વાત છે. ભાઈ ! દુધીના શાકના કટકા થાય તે છરીથી થતા નથી. દુધીના કટકા થવાનું કાર્ય દુધીના પરમાણુઓથી થાય છે અને છરીનું કાર્ય છરીના પરમાણુઓથી થાય છે. છરીનું કાર્ય જીવ કરે છે એમ નથી અને દુધીના કટકા થવાનું કાર્ય કરી કરે છે એમ પણ નથી. જીવ અને પરમાણુ પ્રત્યેક પોતપોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે એ જ વસ્તુસ્થિતિ છે. આ ચોખા પાકે છે તે ચોખાની પાકેલી અવસ્થા ચોખાના પરમાણુઓથી થઇ છે; પાણીથી ચોખા પાકયા છે એમ નથી. ચોખાના પરમાણુ પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં વર્તી રહ્યા છે. ચોખાની પાકવાની પર્યાય પરથી થઈ છે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. લોકોને આ વાત ભારે અચરજ પમાડ તેવી છે પણ તે એમ જ છે. અજ્ઞાની માને છે કે હું પહાડને તોડી શકું, ગઢને પાડી શકું, ઇત્યાદિ; પણ એ બધો ભ્રમ છે. પરની પર્યાયને કોણ કરે ?
પ્રશ્ન:- કેમ છેજનેરો કરે છે ને?
ઉત્તર:- ઇજનેર પોતામાં રાગ કરે છે, પણ પરનું કાંઈ કરી શક્તો નથી. જડની ક્રિયા જડ પરમાણુઓથી થાય છે, તેને આત્મા કરતો નથી. આવું સ્વતંત્ર તત્ત્વ સમજ્યા વિના ધર્મ કેમ થાય? એક પરમાણુની પર્યાય બીજો પરમાણુ કરી શકે નહિ એવી અચલિત વસ્તુની મર્યાદા તોડવી અશકય છે. એક આત્મા જડ પરમાણમાં કાઈ કરી શકે એ અશકય છે.
આ ન્યાયથી–લોજીકથી વાત છે. પરમાત્મા કહે છે કે જગતમાં અનંત આત્મા અને અનંતાનંત પુદ્ગલો છે. તે અનંતપણે કયારે રહી શકે ? પ્રત્યેક દ્રવ્ય પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં વર્તે તો અનંત દ્રવ્ય અનંતપણે રહી શકે. એકનું કાર્ય બીજું દ્રવ્ય કરે તો તેઓ એકમેક થઈ જાય અને અનંત દ્રવ્યનું અનંતપણું રહી શકે નહિ, અનંતપણે ખલાસ થઈ જાય. કોઈ દ્રવ્ય પરદ્રવ્યમાં વર્તે તો અનંત દ્રવ્યોનું અનંતપણું નાશ પામી જાય. ભાઈ ! આ વીતરાગી શાસનનું તત્ત્વ ન્યાયથી બરાબર સમજવું જોઈએ.
અહીં અમૃતચંદ્રાચાર્ય મહારાજે બહુ ટૂંકમાં સિદ્ધાંત ગોઠવી દીધા છે. અહાહા....!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com