________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
વર્તે છે એમ નથી. તથા જે કોતરાયેલા અક્ષરો છે તેનો પ્રત્યેક રજકણ પણ પોતાની શક્તિથી નિજ રસથી જ પોતાની પર્યાયમાં વર્તે છે. મશીનથી અક્ષરો વર્તે છે એમ નથી. અહાહા...! આત્માથી અક્ષરો વર્તે (કોતરાયેલા ) છે એમ નથી અને મશીનથી અક્ષરો વર્તે (કોતરાયેલા) છે એમ પણ નથી. ગજબ વાત છે! જગતમાં જે કોઈ જેટલી વસ્તુ છે તે બધી જ નિજ રસથી જ એટલે કે પોતાની શક્તિથી જ પોતાની વર્તમાન વર્તમાન વર્તતી પ્રત્યેક પર્યાયમાં વર્તી રહી છે. બહુ ઝીણી વાત છે, ભાઈ !
પ્રશ્ન- એક પરમાણુ બીજા પરમાણુના કાર્યમાં, એક પદાર્થ બીજા પદાર્થના કાર્યમાં પ્રભાવ તો પાડે છે ને ?
ઉત્ત૨:- અરે ભગવાન! એ પ્રભાવ શું ચીજ છે? દ્રવ્ય, ગુણ કે પર્યાય? અહીં તો કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એમ જે માને તેને મૂળમાં જ ભૂલ છે. જેમ એક વત્તા બે બરાબર ત્રણ થાય એને બદલે કોઈ ચાર કર્યું અને પછી ચાર ચોક સોળ, સોળ દુ બત્રીસ એમ પલાખાં ગોઠવે પણ જે મૂળમાં જ ભૂલ છે તે ભૂલ તો બધે જ ચાલી આવે. તેમ હું પરનું કાર્ય કરી શકું છું એમ માનનારી મૂળમાં જ ભૂલ છે. તેથી હું વેપારધંધો કરું છું, કુટુંબનું ભરણપોષણ કરું છું, છોકરાને ભણાવું છું, પરની દયા પાળું છું ઇત્યાદિ પરનું કરું છું એમ ભૂલ ચાલી જ આવે છે. ભાઈ ! એક દ્રવ્ય બીજા દ્રવ્યના કાર્યમાં પ્રભાવ પાડે છે એ વાત છે જ નહિ. (કેમકે પ્રભાવ એ દ્રવ્ય, ગુણ કે પર્યાયથી કોઈ ભિન્ન ચીજ છે જ નહિ).
અરે ભાઈ ! જડ અને ચેતન દરેક દ્રવ્ય પોતાની શક્તિ અને પોતાની પર્યાયમાં અનાદિથી નિજ રસથી જ વર્તી રહેલું છે. ખરેખર આ અચલિત વસ્તુસ્થિતિની મર્યાદા છે અને આ મર્યાદા તોડવી અશકય હોવાથી વસ્તુ તેમાં જ એટલે કે પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ વર્તે છે; પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી.
જુઓ આ સિદ્ધાંત! અચલિત વસ્તુસ્થિતિ જ એવી છે કે પરમાણુ પરમાણુની પર્યાયમાં વર્ત અને આત્મા આત્માની પર્યાયમાં વર્ત. આત્મા કર્મને બાંધે કે કર્મ આત્માને વિકાર કરાવે એવું વસ્તુસ્વરૂપ જ નથી. કર્મથી જીવને વિકાર થાય છે એ વાત સત્યાર્થ નથી કેમકે કર્મ જડ પરમાણુમાં વર્તે છે અને વિકાર આત્માની પર્યાયમાં વર્તે છે. વિકારી પર્યાયને જડ કર્મ વર્તાવે અને જડ કમની પ્રકૃતિ આત્મો બાધ એવુ ત્રણ-કાળમાં બનવા યોગ્ય નથી. કેટલાક આ વાત સાંભળીને ખળભળી ઉઠે છે પણ ભાઈ ! આ તો જૈનદર્શનનો મુળ સિદ્ધાંત છે. એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ત્રણકાળમાં કરી શકે નહિ એ જિનશાસનનો અવિચળ સિદ્ધાંત છે. માટે આત્માની પર્યાય બીજાથી થાય અને બીજાની પર્યાય આત્માથી થાય એ વાત બીલકુલ સત્ય નથી.
ભગવાનની દિવ્યધ્વનિમાં જે આવ્યું છે તે શ્રી કુંદકુંદાચાર્યદવે પરમાગમમાં કહ્યું છે, અને એની શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ ટીકા કરી છે તેઓ કહે છે-પ્રભુ! તું એકવાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com