________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦૩
न च परभावः केनापि कर्तुं पार्येत
जो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दव्वे। सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं ।। १०३ ।।
यो यस्मिन् गुणे द्रव्ये सोऽन्यस्मिस्तु न संक्रामति द्रव्ये। सोऽन्यदसंक्रान्तः कथं तत्परिणामयति द्रव्यम्।। १०३ ।।
પરભાવને કોઈ ( દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છે:
જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે; અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણાવે દ્રવ્યને? ૧૦૩.
ગાથાર્થઃ- [: ] જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) [ યરિશ્મન દ્રવ્ય] જે દ્રવ્યમાં અને [ TM ] ગુણમાં વર્તે છે [૩] તે [ અન્યરિમન તુ] અન્ય [દ્રવ્ય] દ્રવ્યમાં તથા ગુણમાં [ન સમિતિ] સંક્રમણ પામતી નથી (અર્થાત્ બદલાઈને અન્યમાં ભળી જતી નથી); [ ન્યત સંબ્રાન્ત:] અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી [ સ: ] તે (વસ્તુ), [ તત્ દ્રવ્યમ] અન્ય વસ્તુને [ É ] કેમ [ પરિણામતિ] પરિણમાવી શકે ?
ટીકાઃ- જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશકય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી; અને દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંમતી તે, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે ? (કદી ન પરિણમાવી શકે.) માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ.
ભાવાર્થ:- જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા
સમયસાર ગાથા ૧૦૩: મથાળું પરભાવને કોઈ (દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com