________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૦૧ ].
[ ૧૩૧
સમકિતી નારકી હોય કે દેવ હોય, તે મનુષ્યગતિમાં આવે છે. અને મિથ્યાદષ્ટિ નારકીનો જીવ હોય તે કોઈ મનુષ્યમાં આવે છે તો કોઈ તિર્યંચમાં જાય છે. અજ્ઞાનીને જે રાગ થયો અને કર્મબંધન થયું તે રાગનો તે કર્તા થાય છે. અજ્ઞાની રાગને પોતાનું કર્તવ્ય માને છે. પણ ભાઈ ! વસ્તુ તો જ્ઞાનદર્શનસ્વરૂપ છે, તેનું રાગ કર્તવ્ય કેમ હોઈ શકે ?
- મિથ્યાદૃષ્ટિ દેવ હોય તેમાં આઠમા સ્વર્ગ સુધીના કોઈ દેવને તિર્યંચગતિના આયુષ્યનો બંધ થાય છે. સમ્યગ્દર્શન વિના વ્રત-તપના પરિણામથી કોઈ મિથ્યાદષ્ટિ બીજા સ્વર્ગે ગયો હોય ત્યાંથી કોઈ એકેન્દ્રિયમાં જન્મે છે. અરે! સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનમાં કેટલો ફરક છે તેની લોકોને ખબર નથી. બાહ્ય ત્યાગનો મહિમા કરે પણ સમ્યગ્દર્શનના અચિંત્ય મહિમાની તેને ખબર નથી.
અઢીદ્વીપ બહાર અસંખ્ય સમ્યગ્દષ્ટિ તિર્યંચ છે. આખરનો સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેમાં હજાર જોજન એટલે ચાર હજાર ગાઉ લાંબા શરીરવાળા મચ્છ છે. તેમાં કોઈ પંચમગુણસ્થાનવર્તી છે. સ્વાનુભવની દશા પ્રાપ્ત થવાથી અંદર શાંતિ અને આનંદ અનુભવે છે. એવા અસંખ્ય તિર્યંચો છે, શ્રાવક-શ્રાવિકાઓ છે. અસંખ્ય મિથ્યાષ્ટિનું પ્રમાણ છે તોપણ સમકિતી અસંખ્ય છે. તેને શુભરાગના કાળમાં દેવગતિના આયુષ્યનો બંધ પડશે. મનુષ્યગતિનું આયુષ્ય તેને બંધાતું નથી. પરંતુ આયુષ્યબંધના કારણરૂપ જે રાગ છે તેના એ કર્તા નથી, જ્ઞાતાદ્રષ્ટા છે. જે કર્મ બંધાય તેના પણ જ્ઞાતા જ છે, કર્તા નથી.
કર્મની ૧૪૮ પ્રકૃતિ છે. ધર્મી કહે છે કે તે કર્મના ફળને હું ભોગવતો નથી. મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણાદિ આઠ છે. તેના ભેદ ૧૪૮ છે. તેનો જે ઉદયભાવ છે તેને ધર્મી કહે છે કે હું ભોગવતો નથી; હું તો માત્ર જ્ઞાતાદષ્ટા થઈને જ્ઞાનને ભોગવનારો છું.
અહો ! આ સમયસાર ભારતનું અદ્વિતીય ચક્ષુ છે. સમયસાર બે છે-એક શબ્દ સમયસાર શાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને બીજો જ્ઞાનસમયસાર ભગવાન આત્મા ચિબ્રહ્મ. ત્રણલોકનો નાથ ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાનસમયસાર છે અને શબ્દસમયસાર તેને બતાવે છે, નિરૂપે છે. તથાપિ શબ્દસમયસારમાં જ્ઞાનસમયસાર નથી અને જ્ઞાનસમયસારમાં શબ્દ સમયસાર નથી. ભગવાનની ૐધ્વનિથી ૐસ્વરૂપ ભગવાન આત્મા ભિન્ન છે. આવું જેને ભાન થયું છે તે સમ્યગ્દષ્ટિ છે. ખૂબ સૂક્ષ્મ વાત ભાઈ ! અહીં કહે છે કે ભગવાનની 3ૐધ્વનિ સાંભળવાના રાગનો સમ્યગ્દષ્ટિ કર્તા નથી, માત્ર જ્ઞાતા જ છે. અહો ! આ તો અલૌકિક વાત છે! જ્ઞાની રાગ અને બંધનો જાણનાર છે, કરનાર નથી.
હવે નામકર્મની પ્રકૃતિની વાત કરે છે. આઠ કર્મમાં એક નામકર્મ છે. તેની પ્રકૃતિના પેટાદ ૯૩ છે. સમકિતીને તીર્થંકરનામકર્મના બંધના કારણરૂપ ષોડશકારણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com