________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૦૧ ]
[ ૧૨૭
જ્ઞાનની જે સ્વપ૨પ્રકાશક પર્યાય પોતાથી પ્રગટી તેમાં આયુષ્ય કર્મ અને તેના નિમિત્તરૂપ ભાવને જ્ઞાની જાણે છે, તેનો કર્તા નથી. ભાઈ ! તારું સ્વરૂપ તો જ્ઞાન છે અને જ્ઞાન-સ્વભાવથી સ્વપરપ્રકાશક છે. માટે જ્ઞાન સ્વ અને ૫૨ને જેમ છે તેમ જાણે છે. જાણવા સિવાય તે બીજું શું કરે ? જેમ કાગળમાં લખે છે કે-થોડું લખ્યું ઘણું કરીને માનજો તેમ સંતો કહે છે કે-ભાઈ! આ થોડું લખ્યું ઘણું કરીને માનજો. (મતલબ કે તેનો વિસ્તાર યથાર્થ ભાવે સમજજો. )
તત્ત્વાર્થસૂત્રમાં સૂત્ર છે કે-‘ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તમ્ સત્' આ દ્રવ્યનું લક્ષણ છે. ઉત્પાદ થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. દયા, દાન, વ્રત આદિના પરિણામ તે આસ્રવ છે. તે પરિણામ પોતાથી ઉત્પન્ન થાય છે; તેમાં જડ કર્મ નિમિત્ત છે પણ નિમિત્તથી તે પરિણામ ઉત્પન્ન થાય છે એમ નથી. જડકર્મ તે કર્તા અને આસ્રવ તેનું વ્યાપ્ય કર્મ એમ છે નહિ.
અહીં આ ગાથાના એક બોલમાં નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર–એ પાંચેયના ખુલાસા આવી જાય છે.
૧. શાતાવેદનીય કર્મનો બંધ થયો ત્યાં તે પર્યાય તેના સ્વકાળે થઈ છે. તે કાળે જે શુભભાવ આવ્યો તે તેના સ્વકાળે ઉત્પન્ન થયો છે. આ પ્રમાણે ક્રમબદ્ધ સિદ્ધ થયું.
૨. જ્ઞાનીને તે રાગ અને કર્મબંધન જ્ઞાનમાં તે કાળે નિમિત્ત છે. આ નિમિત્ત સિદ્ધ થયું.
૩. તે કાળે સ્વપ૨પ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટ થઈ છે, નિમિત્તથી નહિ. આ ઉપાદાન સિદ્ધ થયું.
૪. જે રાગ આવ્યો તે અશુચિ છે, જડ છે, દુઃખરૂપ છે, તે રાગને જ્ઞાન જાણે છે. આ વ્યવહાર સિદ્ધ થયો.
૫. અને તે વખતે જ્ઞાન સ્વને જાણે છે તે નિશ્ચય સિદ્ધ થયો. આ રીતે વ્યવહારથી નિશ્ચય થાય એ વાત ઉડી ગઈ. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એ વાત પણ ઉડી ગઈ. પર્યાય ક્રમબદ્ઘ થાય છે માટે અક્રમે-આડું અવળું થાય એ વાત પણ ઉડી ગઈ. આમ પાંચે વાતનું આ ગાથામાં સ્પષ્ટીકરણ આવી જાય છે.
અહાહા...! હું તો જ્ઞાયકમૂર્તિ ચૈતન્યજ્યોતિસ્વરૂપ પ્રભુ જ્ઞાનના પ્રકાશના નૂરનું પૂર છું. આવું સ્વરૂપના લક્ષે જ્ઞાન થતાં તે કાળે જે જાતના રાગપરિણામ થાય તેને તે કાળે ધર્મી જાણે છે. રાગસંબંધીનું જ્ઞાન અને સ્વસ્વરૂપનું જ્ઞાન જ્ઞાનમાં વ્યાપ્ત થઈને પ્રગટ થાય છે. જ્ઞાની તે જ્ઞાનનો કર્તા છે પણ રાગ અને તે કાળે થતા કર્મબંધનો કર્તા નથી. રાગ અને કર્મબંધની દશા તો પોતાથી ઉત્પન્ન થયેલા સ્વપ૨પ્રકાશક જ્ઞાનમાં નિમિત્તમાત્ર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com