________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૦૦
निमित्तनैमित्तिकभावेनापि न कर्तास्ति
जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे। जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता।। १०० ।।
जीवो न करोति घटं नैव पटं नैव शेषकानि द्रव्याणि। योगोपयोगावुत्पादकौ च तयोर्भवति कर्ता।। १०० ।।
આત્મા (વ્યાયવ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ) નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા નથી એમ હવે કહે છે:
જીવ નવ કરે ઘટ, પટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે; ઉત્પાદકો ઉપયોગયોગો, તેમનો કર્તા બને. ૧00.
ગાથાર્થ:- [નીવ: ] જીવ [ઘ] ઘટને [ રોતિ] કરતો નથી, [ રેં ન ઈવ] પટને કરતો નથી, [ શેષાનિ] બાકીનાં કોઈ [દ્રવ્યાળિ] દ્રવ્યોને (વસ્તુઓને) [ 4 ] કરતો નથી; [૨] પરંતુ [ યોગોપયો] જીવના યોગ અને ઉપયોગ [ ઉત્પાવશે] ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે [તયો:] તેમનો [ ] ક્ત [ ભવતિ] જીવ થાય છે.
ટીકાઃ- ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાયવ્યાપકભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે; વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્ય- કર્તુત્વનો (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો) પ્રસંગ આવે. અનિત્ય (અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા) યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના (-પરદ્રવ્યસ્વરૂપ કર્મના) કર્તા છે. (રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામરૂપ) પોતાના વિકલ્પને અને (આત્માના પ્રદેશોના ચલનરૂપ) પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા (કદાચિત્ ) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.
ભાવાર્થ:- યોગ એટલે તમન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કપાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com