________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૯ ]
[ ૧૦૫
થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્યવ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા
નથી.’
જો આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો આત્મા નિયમથી તન્મય થઈ જાય, કારણ કે પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શક્યું નથી. પરના કાર્ય આત્મા કરે તો એનો અર્થ એ થયો કે પરિણામ પરમાં થયા અને પરિણામી આત્મા થયો. તો બે દ્રવ્ય એક થઈ ગયાં, કેમકે જે અવસ્થા થાય તે પરિણામ અને અવસ્થા કરનારો પરિણામી બે અભિન્ન હોય છે. તો બે દ્રવ્યો વચ્ચે વ્યાપ્યવ્યાપકભાવ થઈ ગયો. પરના પરિણામ વ્યાપ્ય અને આત્મા પોતે વ્યાપક એમ થઈ ગયું અને એ પ્રમાણે થતાં પોતાની સત્તાનો નાશ થઈ ગયો.
આત્મા ખરેખર જો શરીરની ક્રિયા કરે, ખાન-પાનનું કાર્ય કરે, ઘટ-પટ આદિ કાર્ય કરે અને જડકર્મના બંધનની ક્રિયા કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શતું નહિ હોવાથી જરૂર છે તે પરદ્રવ્યમાં તન્મય થઈ જાય અર્થાત્ પરદ્રવ્ય સાથે એકમેક થઈ જાય. આત્મા જડસ્વરૂપ થઈ જાય અને એમ બનતાં પોતાની આત્માની) સત્તાનો નાશ થઈ જાય. પરંતુ આત્મા પરદ્રવ્યમાં તન્મય તો થતો નથી, પરરૂપ થતો નથી. (સર્વ દ્રવ્યો પોતપોતામાં જ સ્થિત રહે એવો જ તેમનો સ્વભાવ છે).
અહાહા..! રોટલી હું બનાવું છું એમ કોઈ બાઈ માને તો તે બાઈનો જીવ રોટલીમાં તન્મય થઈ જાય, તેની પોતાની સત્તાનો નાશ થઈને તે પરની સત્તામાં ચાલ્યો જાય, પરરૂપ થઈ જાય. અહાહા..! ગજબ વાત છે! લોજીકથી-ન્યાયથી વાત છે ને! પ્રભુ! પરદ્રવ્યની ક્રિયા તારાથી થાય તો બન્નેમાં વ્યાપ્યવ્યાપકપણું સ્થાપિત થતાં બન્ને એક થઈ જાય. પર વ્યાપ્ય અને તું વ્યાપક-એમ બન્ને અભિન્ન એકમેક થઈ જાય. આત્મા એક પાંપણને પણ જો હલાવી શકે તો પાંપણ અને આત્મા બે એક થઈ જાય આત્મા પાંપણરૂપ-જડરૂપ થઈ જાય. પરની દયા હું પાળી શકું છું એમ માનનાર પરનું દ્રવ્ય અને પોતાનું આત્મદ્રવ્ય એકમેક કરે છે. પરિણામ-કાર્ય પરમાં થાય અને પરિણામી-કર્તા પોતે-એમ માનતાં બન્ને દ્રવ્યોનું એકત્વ થઈ જાય છે. પરંતુ એમ તો કદી બનતું નથી. બે દ્રવ્યો જો એક થઈ જાય તો પોતાના દ્રવ્યના નાશની આપત્તિ આવે. આત્મા વ્યાપક થઈને પરદ્રવ્યસ્વરૂપ વ્યાપ્યને કરે તો પોતાનો નાશ થઈ જાય, પરનો પણ નાશ થઈ જાય અને સર્વનાશ થઈ જાય. માટે આત્મા વ્યાપ્યવ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો નથી એ યથાર્થ છે. આત્મા પરથી અત્યંત નિરાળો છે.
* ગાથા ૯૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
એક દ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય થાય તો બન્ને દ્રવ્ય એક થઈ જાય, કારણ કે કર્તા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com