________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૯૮
તથાપિ
ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि। करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि।। ९८ ।।
व्यवहारेण त्वात्मा करोति घटपटरथान् द्रव्याणि। करणानि च कर्माणि च नोकर्माणीह विविधानि।।९८ ।।
હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે:
ઘટ-પટ-૨થાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી, નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮.
ગાથાર્થ- [વ્યવદારેT 1] વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે [ રૂદ] જગતમાં [માત્મા] આત્મા [૧૮૫૮૨થાન દ્રવ્યાળિ] ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, [૧] વળી [ વરાનિ] ઇંદ્રિયોને, [ વિવિધાનિ] અનેક પ્રકારનાં [ fo] ક્રોધાદિ દ્રવ્યકર્મોને [૨ નોર્મfo] અને શરીરાદિ નોકર્મોને [ રોતિ] કરે છે.
ટીકાઃ- જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો (વ્યવહારીઓને પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ બને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામો (ભ્રાંતિ, અજ્ઞાન) છે.
ભાવાર્થ- ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.
સમયસાર ગાથા ૯૮: મથાળું હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છે -
* ગાથા ૯૮: ટીકા ઉપરનું પ્રવચન * જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરતો (વ્યવહારીઓને ) પ્રતિભાસે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com