________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૫
ઉત્તર:- કહ્યું ને કે આત્મા પોતાને જ્ઞાનરૂપ કરે કે અજ્ઞાનરૂપ કરે અને તે તે પોતાના ભાવોનો તે કર્તા છે, પણ પરદ્રવ્યના ભાવોનો તે કદીય કર્તા નથી. આત્મા અજ્ઞાનપણે વિભાવભાવને કરે પણ તે વિભાવ વડે તે પરદ્રવ્યના ભાવોને ત્રણકાળમાં ન કરી શકે. આવી જ વસ્તુસ્થિતિ છે.
કાર્ય થવામાં ઉપાદાન અને નિમિત્ત એમ બે કારણો હોય છે એમ જે કહ્યું છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. વાસ્તવિક કારણ તો એક ઉપાદાન જ છે; નિમિત્ત વાસ્તવિક કારણ નથી. માટે પરનો આત્મા કદીય કર્તા નથી એમ નક્કી કરવું.
એ જ વાતને દઢ કરે છે:
* કળશ ૬૨ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * માત્મા જ્ઞાન' આત્મા જ્ઞાનસ્વરૂપ છે, “સ્વયં જ્ઞાન' પોતે જ્ઞાન જ છે; “જ્ઞાનાત્ ચેત રતિ વિ' તે જ્ઞાન સિવાય બીજું શું કરે?
આત્મા જ્ઞાનમૂર્તિ, ચૈતન્યઘન, આનંદરસનો કંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. આ સ્વભાવ કહ્યો. વળી અભેદથી કહ્યું કે પોતે જ્ઞાન જ છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરે? શું તે અચેતન પુગલના કર્મ કરે? કદી ન કરે. આ શરીરની ક્રિયા, ભાષાની બોલવાની ક્રિયા, પુદ્ગલકર્મબંધની ક્રિયા આત્મા કરતો નથી. પરનું કાર્ય કરવામાં આત્મા પાંગળો એટલે અસમર્થ છે. આ વકીલો કોર્ટમાં છટાદાર ભાષામાં દલીલો કરે છે ને? અહીં કહે છે એ ભાષાનો કર્તા આત્મા નથી.
અહીં ત્રણ શબ્દો કહ્યા છેઆત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે,
તે જ્ઞાન સિવાય બીજું શું કરે? ગજબ વાત છે! આ રૂપિયા રળીને ભેગા કરવા અને તેને બહારના કામોમાં વાપરવા ઇત્યાદિ ક્રિયાનો આત્મા કર્તા નથી. રૂપિયા આવવા અને જવા એ તો એનું જડનું ક્ષેત્રમંતરરૂપ પોતાનું કાર્ય છે. એનો કર્તા આત્મા નથી. તો લોકમાં કહેવાય છે ને ?
“માત્મા પરમાવસ્ય વર્તા' આત્મા પરભાવનો કર્તા છે “' એમ માનવું (તથા કહેવું છે તે વ્યવહારિામ મોદ:' વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. આત્મા પરભાવનો - શરીર, મન, વાણી, કર્મ, નોકર્મની ક્રિયાનો, પૈસા લેવા-દેવા ઇત્યાદિ ક્રિયાઓનો કર્તા માનવો અને કહેવો એ વ્યવહારી જીવોનો મોહ એટલે મૂઢતા છે. વળી કોઈ એવું કહે છે કે આત્માને પરનો કર્તા માને નહિ તે દિગંબર નહિ! અરે ભાઈ ! તને આ શું થયું? આવી વાત તું કયાંથી લાવ્યો? અહીં તો આચાર્ય એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com