________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૯૭ ].
[ ૯૫
તેમ પરમાત્મા અહીં એમ કહે છે કે પોતાનું સ્વરૂપ જ્યાં દષ્ટિમાં આવ્યું ત્યાં જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પ્રગટ થઈ. તે જ્ઞાનની પર્યાય રાગને જાણે છે; પણ રાગ છે માટે તેને જાણે છે એમ નથી. જ્ઞાનીને કોઈ ક્રોધના પરિણામ થઈ ગયા ત્યાં તેનું જ્ઞાન થયું તે ક્રોધને લઈને થયું એમ નથી. ભાઈ ! જ્ઞાન પોતાથી થાય તેમાં રાગ નિમિત્ત છે, પણ નિમિત્તથી જ્ઞાન થાય છે એમ નથી. રાગ રાગમાં અને જ્ઞાન જ્ઞાનમાં છે.
રાગથી જ્ઞાન થાય છે એમ માને તે જ્ઞાનના સામર્થ્યનો નાશ કરે છે. કુંભારથી જ ઘડો થાય તો માટીમાં જે ઘડો થવાનું સામર્થ્ય છે તેનો નાશ થાય છે. અહા ! એકાવતારી ઇન્દ્રો અને એ જ ભવે મોક્ષ જનારા ગણધરદેવો જે વાણી સાંભળે તે વાણી કેવી હોય બાપુ! સના સિદ્ધાંત પ્રસિદ્ધ કરનારી તે વાણી અતિ વિલક્ષણ પારલૌકિક હોય છે.
કેવળી ભગવાન લોકાલોકને જાણે તે અસદ્ભુત વ્યવહારનયનું કથન છે. લોકાલોક છે માટે ભગવાનને કેવળજ્ઞાન છે એમ નથી.
પ્રશ્ન:- તો શું કેવળી પરને જાણતા નથી?
ઉત્ત૨:- નિશ્ચયથી પરને જાણતા નથી. નિશ્ચયથી પરને જાણે તો પરની સાથે તન્મય થઈ જાય. જેમ પોતાના આત્માને તન્મયપણે જાણે છે તેમ પરદ્રવ્યને તન્મયીપણે જાણતા નથી. ભિન્નસ્વરૂપ જાણે છે-તેથી વ્યવહારનયથી જાણે છે એમ કહ્યું છે. જાણવાનો અભાવ છે તેથી વ્યવહારનય કહ્યો છે એમ નથી. પરમાં તન્મય થઈને જાણતા નથી તેથી વ્યવહારનય કહ્યો છે.
અહાહા....! સંતોએ સની પ્રસિદ્ધિનો અલૌકિક ઢંઢેરો પીટયો છે. પ્રભુ! એક વાર તું બહારની વાતો ભૂલી જા અને તારો જે જ્ઞાનસ્વભાવ છે તેનો આશ્રય કર. તેના આશ્રયે જે પર્યાય પ્રગટ થાય તે આત્મદર્શન અને આત્મજ્ઞાન છે; બાકી બધો વ્યવહાર છે. જ્ઞાન વ્યવહારને જાણે છે તોપણ તે પોતાની પર્યાયની તાકાતથી જાણે છે. તે સમયની જ્ઞાનની પર્યાય તે જ પ્રકારના ઉત્પાદરૂપે પોતાથી ઉત્પન્ન થતી હોય છે. દ્રવ્યના લક્ષે જે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય ઉત્પન્ન થાય તે પોતાથી થાય છે.
નિત્ય ચૈતન્યધાતુ તે ધ્રુવ અને નિજરસથી વિકસિત થઈ જે દશા તે પોતાની પર્યાય છે. પરના કર્તાની તો વાતેય નથી અને રાગના કર્તાની પણ વાત નથી. રાગનું જ્ઞાન થયું તે પણ રાગના કારણે નહિ. જ્ઞાનની પર્યાય રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહારનયથી છે, કેમકે રાગમાં જ્ઞાન તન્મય નથી. જો રાગમાં તન્મય થઈને જ્ઞાન જાણે તો રાગનું કર્તાપણું થઈ જાય, જ્ઞાતાપણું ન રહે. માટે પોતામાં તન્મય થઈને જાણે તે જ્ઞાન રાગના ક્નત્વને છોડતું પોતાથી પ્રગટ થાય છે–એમ સિદ્ધાંત છે. અહો ! સ્વરૂપગ્રાહી જ્ઞાન કહીને રાજમલજીએ કમાલ કામ કર્યું છે! ગૃહસ્થાશ્રમમાં રહીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com