________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ હતો કે કણબીની બે હજારથી વધારે ચૂકવવાની શક્તિ નથી. છતાં વાણિયાએ કહ્યું કે પૂરા પાંચ હજારથી એક પાઈ ઓછી લેવી નથી. કણબીએ કહ્યું કે એક હજારથી વધારે એક પાઈ દેવી નથી. વાણિયાને તો ખબર હતી કે કણબી પેટી-પટારા, ઘરવખરી વેચે તોપણ બે હજારથી વધારે તે આપી શકે તેમ નથી. છેવટે રકઝક કરીને આવું-પાછું કરતાં કરતાં બંનેય બે હજારમાં પતાવવા તૈયાર થઈ ગયા. આવું આમાં કાંઈ હશે? કે થોડું નિશ્ચયવાળા ઢીલું મૂકે, થોડું વ્યવહારવાળા ઢીલું મૂકે તો બન્ને એક થઈ જાય. અરે ભાઈ ! અહીં વસ્તુનું સ્વરૂપ જ આવું છે ત્યાં છૂટછાટને અવકાશ જ કયાં છે?
અહીં તો સ્પષ્ટ વાત છે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી ન થાય એનું નામ અનેકાન્ત છે. વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય એ તો મિથ્યા એકાન્ત છે. સ્વભાવથી જ થાય, વિભાવથી ન થાય એ સમ્યક એકાન્ત છે. સમ્યક એકાન્ત થયા વિના વાસ્તવિક અનેકાન્તનું જ્ઞાન સાચું હોઈ શકે નહિ. શ્રીમદે પણ એ જ કહ્યું છે.
વસ્તુ અખંડ એક ધ્રુવ ચૈતન્યબિંબ છે. એમાં ઢળ્યા વિના સમ્યક એકાન્ત થતું નથી. જ્યાં સમ્યક એકાન્ત થયું કે જ્ઞાનમાં ત્રિકાળી ધ્રુવ જણાયો અને પર્યાયમાં જે અલ્પજ્ઞતા અને રાગની મંદતા છે તે પણ જણાયાં. આનું નામ સમ્યક અનેકાન્ત છે. રાગની મંદતા અને અલ્પજ્ઞતાની પર્યાયનું જ્ઞાન રહે છે, પણ તે હું છું એવી માન્યતા છૂટી જાય છે.
અહીં કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચમહાવ્રતના પરિણામ અને શાસ્ત્ર-ભણતરનો વિકલ્પ-એ પુણ્યભાવ વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી જીવ જ નથી. લાખ તે પીપળનું ઝાડ નથી અને ઝાડ છે તે લાખ નથી તેમ પુણ્ય-પાપના ભાવ તે આત્મા નથી અને આત્મા છે તે પુણ્ય-પાપના ભાવ નથી. અહાહા...! જીવમાંથી જે નીકળી જાય તે જીવ નથી. ભાઈ! ચાર ગતિના અપાર દુઃખના અંત લાવવાનો આ માર્ગ બરાબર સમજવો જોઈએ.
લાઠીમાં ઘણા વખત પહેલાં એક જુવાન છોકરીને શીતળા નીકળ્યા. નાની ઉંમર, બે વર્ષનું પરણેતર. દાણે દાણે ઈયળ પડેલી. બાઈ બિચારી ઘડીક આમ પડખું ફેરવે તો ઘડીક આમ ફેરવે. પવન નાખે તો ગોઠે નહિ, પાણી પીવું ગોઠે નહિ. વેદના, વેદના, વેદના; જોયું ન જાય. અઢાર સાલની ઉંમર; બિચારી બોલી–બા, મેં આવાં પાપ આ ભવે કર્યા નથી, શું થયું આ? કયાંય સુખ નહિ, ચેન નહિ. બિચારી રોવે, રોવે, આક્રંદ કરે. જોવાય નહિ એવું દુઃખ. અરે ! એવી તીવ્ર વેદનામાં દેહ છૂટી ગયો. આવાં અનંત દુઃખ આ જીવે ભોગવ્યાં તેનાથી છૂટવાના ઉપાયની આ વાત છે. ખરેખર તો શરીર મારું માન્યું છે એ ઊંધી માન્યતાનું દુઃખ છે. સંયોગનું એને દુઃખ નથી. શરીરને અને રોગને તો આત્મા અડતો નથી. પરંતુ શરીર મારું છે, મને રોગ થયો છે એવી વિપરીત માન્યતા એને આકુળતા અને દુઃખ ઉત્પન્ન કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com