________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૭૩ ]
[ ૬૩ હવે નિર્મમ છું-એમ ત્રીજો બોલ કહે છે. પરનાં કામ કરે છે એ વાત તો દૂર રહી, પરંતુ જે રાગ-વિકલ્પ થાય એનું સ્વામીપણું એને નથી એમ હવે કહે છે. નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે
“હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ થાન તાણે.'
દુકાનના થડ બેઠો હોય, ઘરાક માલ લઈ જાય, રોજના પાંચસો-સાતસોની પેદાશ થતી હોય, ત્યાં માને કે આ દુકાનનું ગાડુ મારાથી ચાલે છે. મારે રોજની આટલી પેદાશ, હું; ધૂળેય નથી, સાંભળને. એ કોણ રળે? ભાઈ ! રળવાના ભાવ છે એ તો પાપ છે અને એનો કર્તા થાય એ તો એકલું અજ્ઞાન છે. વીતરાગ પરમેશ્વરના દરબારમાં આવેલી આ વાત છે.
- ત્રીજો બોલ “પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું ) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું.”
અહાહા...! કેવી સરસ વાત કરી છે! પુણ્ય અને પાપના અનેક પ્રકારે જે વિકારી ભાવ થાય છે તેનો પુગલ સ્વામી છે, હું તેનો સ્વામી નથી. એ વિકારી ભાવનો સ્વામી હું નહિ એ વાત તો ઠીક, પણ તેના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી એમ કહે છે. પુણ્ય-પાપના જે અનેક પ્રકારના વિકારી ભાવ છે તેમના સ્વામીપણે હું સદાય પરિણમતો નથી માટે નિર્મમ છું. ક્ષાયિક સમકિત થયા પછી પણ રાગ તો યથાસંભવ આવે, મુનિપણાની ભૂમિકામાં પણ વ્યવહારરત્નત્રયનો રાગ તો આવે; પણ તે રાગના સ્વામીપણે સદાય નહિ પરિણમતો હોવાથી હું-આત્મા નિર્મમ છું એમ ધર્મી માને છે. તેને આ વિધિથી આગ્નવોની નિવૃત્તિ થાય છે.
૪૭ નયના અધિકારમાં (પ્રવચનસારમાં) લીધું છે કે (ક ) રંગેરેજ જેમ રંગનો ર્તા છે તેમ જ્ઞાનીને જેટલું હુજુ રાગનું પરિણમન છે તેનો તે ર્તા છે. પણ એ તો ત્યાં જે પરિણમન છે તે અપેક્ષાએ કર્તા કહેલ છે. જ્ઞાની તેનો સ્વામીપણે ક્ત થતો નથી. આ રાગ ર્તવ્ય છે, કરવા લાયક છે એમ જ્ઞાનીને તેનું સ્વામીપણું નથી. અહીં....! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ જે રાગ થાય તેના સ્વામીપણે સમકિતી કદીય પરિણમતા નથી. ગજબ વાત છે! તે સર્વનું સ્વામી પુદ્ગલ છે, હું નહિ એમ માનતો ધર્મી જીવ આસ્રવોથી નિવર્તે છે.
પ્રશ્ન:- આ દયા, દાન, ભક્તિ-પૂજા કરીએ તે ધર્મ ખરો કે નહિ?
ઉત્તરઃ- એમાં જરાય ધર્મ નથી. ભાઈ ? એ તો બધા શુભરાગના ભાવ છે, પુણ્યબંધનાં કારણ છે; અને એનું સ્વામીપણું માને તો મિથ્યાત્વ છે. બાપુ! વીતરાગી ધર્મનો માર્ગ જુદો છે. ભાઈ ! ભગવાનની દિવ્યધ્વનિતો પ્રવાહ અહીં ભારતમાં આવ્યો તેમાં એમ કહે છે કે-રાગના સ્વામીપણે પરિણમવું એ તારી પ્રભુતા નથી, એ તો રોકાઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com