________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૫૯
સમયસાર ગાથા ૭૩ ]
વળી અખંડ છું એમ કહું છું. અહાહા..! એક સમયની પર્યાયનો ભેદ પણ આત્મામાં કયાં છે? (નથી). પર્યાય તો વ્યવહારનયનો વિષય છે. સોળમી ગાથામાં એમ કહ્યું કે જ્ઞાનદર્શન-ચારિત્રપણે આત્મા પરિણમે છે એ મેચકપણું-મલિનતા છે. એકને ત્રણપણે પરિણમતો કહેવો એ મેચક છે. ભેદ પડે તે મેચક છે, વ્યવહાર છે, અસત્યાર્થ છે. વસ્તુ શુદ્ધ એકાકાર છે તે નિશ્ચય છે.
વળી હું અનંત ચિન્માત્રજ્યોતિ છું. સ્વભાવની શક્તિનું સ્વરૂપ જ અનંત છે. અખંડ અને અનંત એ ત્રિકાળી ચિન્માત્રજ્યોતિનાં વિશેષણ છે. આ ભાવની વાત કરી. હવે કાળની વાત કરે છે.
હું અનાદિ અનંત કહેતાં ત્રિકાળ આદિ-અંત રહિત છું. જે છે એની આદિ શું? જે છે એનો અંત શું? વસ્તુ તો અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ છે. વસ્તુ નિત્ય પ્રગટરૂપ છે. સૂર્ય તો સવારે ઊગે અને સાંજે નમી જાય. પરંતુ આ ચૈતન્યસૂર્ય તો નિત્ય ઉદયરૂપ જ છે. અહાહા ! વર્તમાનમાં અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ ચિત્માત્રજ્યોતિ હું છું એમ કહે છે.
જેમ અગ્નિની જ્યોતિ છે તેમ આ આત્મા ચિન્માત્રજ્યોતિ છે. તેનો આશ્રય લેતાં સંસાર બળીને ખાક થઈ જાય છે. આટલાં વિશેષણો કહીને હવે કહે છે કે વિજ્ઞાનઘન-સ્વભાવભાવપણાને લીધે હું એક છું. વિજ્ઞાનઘનસ્વભાવ એટલે વિકલ્પ તો શું, જેમાં એક સમયની પર્યાયના પણ પ્રવેશનો અવકાશ નથી. પર્યાય તેની ઉપર ઉપર તરે છે પણ અંદર પ્રતિષ્ઠા પામતી નથી. આ વાત અગાઉ કળશમાં આવી ગઈ છે. બધા આત્મા ભેગા થઈને હું એક છું એમ નથી. આ તો એલું વિજ્ઞાનનું દળ જેમાં પરનો કે પર્યાયનો પ્રવેશ નથી એવા ચિન્માત્રજ્યોતિ હું વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું.
આત્માનું ક્ષેત્ર ભલે અસંખ્યાત્વદેશી શરીર પ્રમાણ હોય. પરંતુ તેના સ્વભાવનું સામર્થ્ય અનંત, અપાર-બેહદ છે. ક્ષેત્રની કિંમત નથી, સ્વભાવના સામર્થ્યની કિંમત છે. સાકરના ગાંગડા કરતાં સેકેરીનની કણીનું ક્ષેત્ર ખૂબ નાનું છે. પણ સેકેરીનની મીઠાશ અનેકગણી છે. એમ ભગવાન આત્મા શરીર પ્રમાણ થોડા ક્ષેત્રમાં રહેવા છતાં એનું વિજ્ઞાનઘનસ્વભાવરૂપ સામર્થ્ય અનંત છે. ભાઈ! ક્યાં કેટલામાં તે છે ત્યાં ધ્યાન લગાવવાથી તે પ્રગટ થાય છે.
આત્મા આસ્રવોથી કેવી રીતે નિવર્તે છે-એમ શિષ્યનો પ્રશ્ન છે. તેનો આ ઉત્તર ચાલે છે. આત્મા અખંડ, અનંત, પ્રત્યક્ષ ચિત્માત્રજ્યોતિ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છે. તેની દૃષ્ટિ કરતાં મિથ્યાત્વનો આસ્રવ ટળી જાય છે. આ સૌ પ્રથમ ધર્મની શરુઆતની વાત છે. અહીં એક બોલ થયો
હવે “હું શુદ્ધ છું” એ બીજો બોલ કહે છે. “(કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com