________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી; કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે. અહીં કળશ રૂપ કાવ્ય કહે છે:
* કળશ ૪૭ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * જુઓ! ગાથામાં ત્રણ બોલથી ભેદજ્ઞાન સમજાવ્યું છે. પુણ્ય-પાપના ભાવ અશુચિ છે, જડ છે, દુ:ખરૂપ છે; અને ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ ભગવાન અતિ નિર્મળ, વિજ્ઞાનઘનસ્વરૂપ, આનંદરૂપ છે. આમ બંનેની ભિન્નતા જાણીને જે પર્યાયબુદ્ધિ દૂર કરીને સ્વભાવસમ્મુખ થાય છે તેને ભેદજ્ઞાન પ્રગટ થાય છે. આવું ભેદજ્ઞાન જેને અંતરંગમાં પ્રગટ થયું છે તે આત્માને‘રપરિણતિ ઉત્' પરપરિણતિને છોડતું, ‘મેવવીવાનું સ્વપ્નય' ભેદનાં કથનોને તોડી પાડતું, ‘રૂદ્રમ્ અવડુમ્ બૂમ્હમ્ જ્ઞાનમ્' આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ‘૩ન્વે: હેવિતમ્' પ્રત્યક્ષ ઉદય પામ્યું છે.
જાઓ! આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પરંપરિણતિને છોડતું ઉદય પામ્યું છે. પરપરિણતિ એટલે વિકારનો-પુણ્યપાપનો ભાવ. પહેલાં જે અનેક પ્રકારે પુણ્ય-પાપના ભાવમાં રોકાઈ રહેતો હતો તે હવે સ્વભાવનો આશ્રય કરતાં એ ભાવોને છોડતું અતિ પ્રચંડ જ્ઞાન ઉદય પામ્યું છે. હું અખંડ એક જ્ઞાયકસ્વરૂપ છું-એવી દષ્ટિ થતાં રાગ મારું કર્તવ્ય છે એ દષ્ટિ છૂટી ગઈ અને રાગથી ભિન્ન પડીને અતિ તીક્ષ્ણ જ્ઞાન પ્રગટ થયું. ભગવાન આત્મા ચિશક્તિરૂપ છે. પણ પુણ્ય-પાપની રુચિના કારણે ચિશક્તિ રોકાઈ ગઈ હતી. અરે ! વિકાર-રાગ મારું કર્તવ્ય, દયા, દાન, વ્રતાદિ મારાં કાર્ય-એમ માનતાં ચિતશક્તિ ઢંકાઈ ગઈ હતી પરંતુ અખંડ એકરૂપ ચિદાકાર ચૈતન્યમય આત્માની દૃષ્ટિ કરતાં રાગની રુચિ છૂટી ગઈ, એનો મહિમા છૂટી ગયો અને પ્રચંડ જ્ઞાનશક્તિની પ્રગટતા થઈ. આમ શક્તિ જે હતી તે પ્રગટ થઈ તે ધર્મ છે. જે જ્ઞાન પરમાં અટક્યું હતું તે સ્વભાવમાં સ્થિત થયું તે ધર્મ છે.
વળી આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ભેદનાં કથનોને તોડી પાડતું પ્રગટ થયું છે. અહાહા..! અખંડ એકરૂપ જ્ઞાયક ઉપર દષ્ટિ જતાં ભેદવાદ ખંડખંડ થઈ જાય છે અને અખંડ જ્ઞાન પ્રગટ થાય છે. જાઓ! આ કેવળજ્ઞાનની વાત નથી. કેવળજ્ઞાન તો પર્યાય છે. અહીં તો અખંડ જ્ઞાન પ્રગટ થાય છે એમ વાત છે. અહાહા ! એકલું જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન ચૈતન્યસામાન્ય એક દેશ ધ્રુવ સ્વભાવ જેમાં પર્યાયનો અભાવ છે તે પ્રગટ થાય છે એની વાત છે. અહાહા ! મતિ-શ્રુતજ્ઞાન આદિ જે ખંડખંડરૂપ ભેદો હતા તેમને દૂર કરતું-મટાડતું અખંડ જ્ઞાન ઉદય પામ્યું છે. એભદની દૃષ્ટિમાં ભેદવાદ મટી જાય છે. અહા ! ઓછા ઉઘાડને લઈને શેયના નિમિત્તથી જ્ઞાનમાં જે ખંડ પડતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com