________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે તો બંધરૂપ જ, દુઃખરૂપ જ. તેથી પુણ્યભાવ છોડીને પાપમાં પ્રવર્તવું એમ વાત નથી. પરંતુ પુણ્યભાવ કરતાં કરતાં ધર્મ થશે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. પુણ્યભાવ પણ દુઃખરૂપ જ છે એમ યથાર્થ સમજવું. દુઃખનું કારણ નથી એવો તો એક ભગવાન આત્મા જ છે. અહાહા...! ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ સદાય-ત્રણે કાળ નિરાકુળસ્વભાવ છે. એ કોઈનું કારણ નથી, કોઈનું કાર્ય પણ નથી.
અહાહા..આત્મામાં એક અકાર્યકારણત્વ નામની શક્તિ છે. આ શક્તિના કારણે આત્મા અન્યનું કાર્ય નથી. એટલે આત્મા, અનાકુળ આનંદનો નાથ પ્રભુ કોઈથી ઉત્પન્ન નથી એવો સ્વતઃસિદ્ધ છે. વળી આ શક્તિના કારણે આત્મા કોઈનું કારણ નથી. એટલે પુણ્ય-પાપ આદિ ભાવોને આત્માએ ઉત્પન્ન કર્યા છે એમ નથી. અહાહા.પર્યાયમાં જે રાગ થાય, પુણ્ય-પાપના ભાવો થાય એનું આત્મા કારણ પણ નથી અને કાર્ય પણ નથી. “જૈન તત્ત્વમીમાંસા' માં આવે છે કે ઉપાદાનની જે ઉપાદેય પર્યાય થાય છે તે પૂર્વના કારણના ક્ષયથી થાય છે. ત્યાં એમ લીધું છે કે ઉપાદાનકારણ વર્તમાન, અને એનું કાર્ય તે પછીની ઉત્તર પર્યાય. આ પણ વ્યવહારથી વાત કરી છે. બાકી તો સમય-સમયનું ઉપાદાન સ્વયંસિદ્ધ પોતાથી છે, નિમિત્તના કારણે નહિ, પૂર્વના (પૂર્વ પર્યાયના) કારણે નહિ અને પોતાના દ્રવ્યગુણના કારણે પણ નહિ. અહો ! આવું સત્ સ્વયં નિજ સમૃદ્ધિથી ભરેલું છે.
પ્રશ્ન:- નિમિત્તથી કાંઈ થતું નથી તો આપ સમયસાર શું કામ વાંચો છો? પદ્મપુરાણ વાંચો ને? સમયસારના નિમિત્તથી કાંઈક વિશેષ લાભ છે એમ જ ને?
ઉત્તરઃ- ભાઈ ! એમ નથી. વાંચતી વખતે કે સાંભળતી વખતે જે જ્ઞાનની પર્યાય થાય છે તે પોતાને લઈને સ્વયં પોતાથી થાય છે, નિમિત્તને લઈને નહિ. જ્ઞાનની પર્યાયના ઉત્પાદનો સ્વકાળ છે, એની નિજક્ષણ છે એટલે તે પર્યાય સ્વતંત્રપણે પોતાથી ઉત્પન્ન થાય
ભાઈ ! આ તો વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવના દરબારની વાતો છે. ભગવાનની દિવ્યધ્વનિ છૂટી તે જીવોનો ઉપકાર કરે છે એમ કથન આવે છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં (અધિકાર ૮માં) આવે છે કે તીર્થંકર-ગણધરાદિ મોક્ષમાર્ગનો ઉપદેશ આપી જીવો ઉપર ઉપકાર કરે છે. આવાં કથનો વ્યવહારથી કહેવામાં આવે છે. બાકી કોઈ કોઈનો ઉપકાર કરે એ વાત વસ્તુના સ્વરૂપમાં નથી. જે અપેક્ષા શાસ્ત્રમાં કથન આવે તેનો ભાવ બરાબર સમજવો જોઈએ
સમયસાર શાસ્ત્રના કળશ ૪૩માં આચાર્યદવ આશ્ચર્ય અને ખેદ પ્રગટ કરી કહે છે કેઅરેરે ! અજ્ઞાનીને સ્વપરના એકપણાની ભ્રાન્તિ કેમ નાચે છે? અહા ! કયાં રાગ-દુ:ખનો કૂવો અને કયાં ભગવાન આનંદનો નાથ! છતાં બંનેને એક માનવાનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com